ટ્રેન્ડિંગનેશનલ

મંત્રીના પોલીસ કાફલાને નડ્યો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે એક જવાનનું મૃત્યુ

Text To Speech

રોહતાસ, 05 ડિસેમ્બર: બિહારના રોહતાસ જિલ્લામાં લઘુમતી કલ્યાણ મંત્રીના જામા ખાનને ગંભીર અકસ્માત નડ્યો હતો. મોહનિયા આરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 30 પર અચાનક ગાડી પલટી ખાતા એક હોમગાર્ડ જવાનનું મૃત્યુ થયું હતું અને ચાર પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસ કર્મચારીઓને સારવાર માટે પીએચસી કોચાસમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને સદર હોસ્પિટલ સાસારામમાં રીફર કરવામાં આવ્યા હતા.

ઘાયલ પોલીસ કર્મીઓને હોસ્પિટલ લઈ જવાયા

ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીમાં રમેશ કુમાર, મનોજ કુમાર, અર્ચના કુમારી અને રાની કુમારી ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃત્યુ પામનાર 50 વર્ષીય પોલીસ કર્મચારી જમાલુદ્દીન ખાન છે. એસપી વિનીત કુમારે જણાવ્યું કે મંત્રી જામા ખાન કૈમુરથી પટણા જઈ રહ્યા હતા. ત્યારે આ દુ:ખદ ઘટના સર્જાઈ હતી. સદનસીબે કલ્યાણ મંત્રી જામા ખાનને કોઈ ઈજા પહોંચી ન હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસની પાયલોટ વાન આગળ ચાલી રહી હતી જ્યારે મંત્રીની કાર પાછળ હતી. હતાસ જિલ્લામાંથી પસાર થતી વખતે પોલીસ વાહનના ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં વાહનનું કાચું લાઇસન્સ લેનાર 50 ટકાથી વધુ મહિલાઓ ડ્રાઇવિંગ ટેસ્ટ નથી આપતી

Back to top button