મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ અમુલ ટેક હોમ રેશન પ્લાન્ટની મુલાકાત લીધી
- મંત્રી ભાનુબેન બાબરીયાએ અમુલ ટેક હોમ રેશન પ્લાન્ટની મુલાકાત લીધી
- અમુલના પ્લાન્ટમાં થાય છે બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિનું ઉત્પાદન
- પૌષ્ટિક આહારને બાળકો અને મહિલાઓ સુધી કઈ રીતે પહોંચાડી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું
મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ આણંદના મોગર સ્થિત અમુલ ટેક હોમ રેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત વેળાએ સાંસદ મિતેષભાઇ પટેલ, અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, સમાજ કલ્યાણ અધિકારી એ.કે. શેખ, અગ્રણી રાજેશભાઈ પટેલ તેમજ અમુલના પ્રતિનિધિઓ જોડાયા હતા.
મંત્રીએ અમૂલ ટેક હોમ રેશન પ્લાન્ટની મુલાકાત લઈ વિગતો મેળવી
મંત્રીએ આ મુલાકાત દરમિયાન પ્લાન્ટની તમામ વિગતો મેળવી હતી. તેમણે આ પ્લાન્ટમાં ઉત્પાદન કરવામાં આવતા બાળશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ વગેરે ઉત્પાદનોની ગુણવત્તા અને બનાવટની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી વધુમાં વધુ બાળકો અને મહિલાઓ સુધી આ ગુણવત્તાયુક્ત પૌષ્ટિક આહારને કઈ રીતે પહોંચાડી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
અમુલ ચોકલેટ પ્લાન્ટની પણ મુલાકાત લીધી
આ તકે મંત્રીએ અમૂલની વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરીને ખેડૂતો/દુધઉત્પાદકોને આશરે 85 ટકા વળતર આપતા અમુલ મોડલને બિરદાવ્યું હતું. આ વેળાએ તેમણે અમુલ ચોકલેટ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : અરવલ્લી જિલ્લામાં મહોરમની ઉજવણી, મંત્રી ભિખુસિંહ પરમારએ તાજીયાના કર્યા દર્શન