- માણસા તાલુકાના અનોડિયા ગામ પાસે રેત માફિયા બેફામ
- નદીમાં નાવડી મૂકી પાઇપ લાઇન મારફતે ઊંડાણમાંથી રેતી ખેંચી રહ્યાં છે
- રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ રેતી ચોરી બંધ થઈ નથી
ગુજરાતમાં ખનન માફિયાઓની રેતી ચોરીની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં અનોડિયામાં રેતી ચોરી માટે નદીમાં નાવડી મૂકી પેટાળમાં પાઈપલાઈન ઉતારાઈ ચોરી કરાઇ રહી છે. નદીના પેટાળમાંથી દિવસ-રાત રેતી ચોરી કરી સરકારની તિજોરીને ચૂનો લગાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: વલસાડના પારડી હાઇવે પર લક્ઝરી બસમાં આગ લાગી, મુસાફરોના જીવ પડિકે બંધાયા
માણસા તાલુકાના અનોડિયા ગામ પાસે રેત માફિયા બેફામ
રેતીના ઓવરલોડ ડમ્પરોથી રસ્તાને નુકશાન થઇ રહ્યું છે. જે ગ્રામજનોને દેખાય છે તે ભૂસ્તર તંત્રની નજરે ચડતું નથી. માણસા તાલુકાના અનોડિયા ગામ પાસે રેત માફિયા બેફામ રીતે રીતે ચોરી કરે છે. તંત્રનો જાણે કે કોઈ ડર જ ન હોય તે રીતે દિવસ-રાત અહીં રેતી ચોરી થાય છે. જેમાં નદીમાં નાવડી મૂકી પાઇપ લાઇન મારફતે ઊંડાણમાંથી રેતી ખેંચી રહ્યાં છે. બીજી તરફ રેતી ભરેલા ભારે ડમ્પરની અવરજવરને કારણે ગામના રસ્તા પણ તૂટી જાય છે. જેને પગલે ગ્રામજનોને ભારે પરેશાની ભોગવવી પડે છે. સમગ્ર બાબતે ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ રેતી ચોરી બંધ થઈ નથી.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાંથી થયો ગેરકાયદેસર હુક્કાબારનો પર્દાફાશ
સાબરમતી નદીમાં ગેરકાયદેસર ખનન તેમજ રેતી ચોરી કોઈ નવી વાત નથી
સાબરમતી નદીમાં ગેરકાયદેસર ખનન તેમજ રેતી ચોરી કોઈ નવી વાત નથી. માણસા તાલુકાના અનોડીયામાં સાબરમતી નદીમાંથી લાંબા સમયથી ગેરકાયદે રેતી ખનન થાય છે. જેમાં ધોળા દિવસે અને રાત્રે પણ સતત ખનન ચાલું હોય છે. તંત્રનો કોઈ ડર જ ન હોય તે રેતી માફીયાઓ નદીમાં નાવડી મૂકી પાઇપ લાઇનથી પાથરીને રેતી ખેંચી રહ્યાં છે. અનોડીયા પાસે નદીમાં બહુ ઊંડું ખનન થાય છે, સામેની બાજુ સાબરકાંઠા તરફ્થી પણ મોટા પાયે ખનન થાય છે. ગેરકાયદે ખનનથી પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે.