ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બદ્રીનાથ હાઇવે પર મિની બસ અલકનંદા નદીમાં ખાબકી, 10 શ્રદ્ધાળુનાં મૃત્યુ

બદ્રીનાથ, 15 જૂન: ઉત્તરાખંડના બદ્રીનાથ નેશનલ હાઈવે પર એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. અહીં એક મિની બસ રસ્તા પરથી લપસીને અલકનંદા નદીમાં પડી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ મિની બસમાં 26 મુસાફરો સવાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં ઘાયલ 7 લોકોને એરલિફ્ટ કરીને ઋષિકેશ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 9 લોકોને રુદ્રપ્રયાગ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

નોંધ: શ્રદ્ધાળુનો મૃત્યુઆંક 8થી વધીને 10 થયો છે.

રુદ્રપ્રયાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું કે મિની બસ દિલ્હીથી આવી રહી હતી, મુસાફરો બદ્રીનાથ જઈ રહ્યા હતા. આ વાહનમાં 26 લોકો સવાર હતા, 16 લોકોને બચાવી લેવાયા છે. તેમણે કહ્યું કે નદીમાં બચાવ કામગીરી પણ કરવામાં આવી રહી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે એક છોકરો નદીમાં કૂદી ગયો હતો, તેનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. નંદન સિંહ રાજવારે જણાવ્યું કે કોઈને માથામાં તો કોઈને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે.

 

નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે શનિવારે સવારે લગભગ 11 વાગ્યે રૈતોલી ગામ પાસે આ અકસ્માત થયો હતો. તેમણે જણાવ્યું કે મિની બસમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત 23 લોકો હતા. મિની બસ રસ્તા પરથી લપસી ગઈ અને લગભગ 250 મીટર નીચે અલકનંદા નદીમાં જઈને પડી હતી. તેમણે જણાવ્યું કે 16 લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાની માહિતી મળતા જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓને ઘાયલોને જરૂરી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. ઘાયલોને નજીકના મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલોને હવાઈ માર્ગે એમ્સ ઋષિકેશ મોકલવામાં આવી રહ્યા છે.

 

સીએમઓએ કહ્યું કે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર ગંભીર રીતે ઘાયલ મુસાફરોને એઈમ્સ ઋષિકેશમાં લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષાદળોની નક્સલવાદીઓ સામે મોટી સ્ટ્રાઈક: 8 નક્સલીઓ ઠાર, 1 જવાન શહીદ

Back to top button