ટ્રેન્ડિંગધર્મ

માર્ચ મહિનામાં બેસશે મીનારક કમુરતાઃ જાણો ક્યારે છે લગ્નના મુહૂર્ત

  • માર્ચ-એપ્રિલમાં આવતા કમુરતાને મીનારક કમુરતા કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાન જે દિવસે મીન રાશિમાં ગોચર કરે છે તે દિવસથી કમુરતા શરૂ થાય છે

સનાતન ધર્મમાં કમુરતાનું વિશેષ મહત્વ છે. કમુરતા વર્ષમાં બે વાર આવે છે, એક ડિસેમ્બર-જાન્યુઆરી અને બીજી વખત માર્ચ-એપ્રિલની આસપાસ. માર્ચ-એપ્રિલમાં આવતા કમુરતાને મીનારક કમુરતા કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાન જે દિવસે મીન રાશિમાં ગોચર કરે છે તે દિવસથી કમુરતા શરૂ થાય છે. કમુરતા દરમિયાન વધુમાં વધુ પૂજા પાઠ કરવા જોઈએ. કમુરતાને અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્યો જેમ કે લગ્ન, મુંડન કે ગૃહ પ્રવેશ થઈ શકતા નથી. આ દરમિયાન ઘરમાં પૂજા કરવાની મનાઈ હોતી નથી. ચાલો જાણીએ કે માર્ચ મહિનામાં કમુરતા ક્યારે શરૂ થવા જઈ રહ્યા છે?

ક્યારે શરૂ થશે કમુરતા?

પંચાંગ અનુસાર 14 માર્ચ 2014થી કમુરતાની શરૂઆત થશે અને 13 એપ્રિલના રોજ તેનું સમાપન થશે. જે દિવસે સૂર્ય દેવ મીન રાશિમાં ગોચર કરશે તે દિવસથી કમુરતા શરૂ થઈ જશે. આ દિવસને મીન સંક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. કમુરતાના સમય ગાળામાં શુભ કાર્યો થઈ શકતા નથી. આ સમયગાળામાં જેમ બને તેમ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ પૂજાથી પાપનો નાશ થાય છે.

માર્ચ મહિનામાં બેસશે મીનારક કમુરતાઃ જાણો ક્યારે છે લગ્નના મુહૂર્ત hum dekhenge news

કમુરતા શું હોય છે?

સૂર્ય જ્યારે ધન કે મીન રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે કમુરતા શરૂ થઈ જાય છે. જ્યોતિષ ગ્રંથોમાં તેને ગુરુવાદિત્ય કાળ પણ કહેવાય છે. આ સ્થિતિ વર્ષમાં બે વખત ડિસેમ્બર-જાન્યુઆરી અને માર્ચ-એપ્રિલમાં બને છે. ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન સૂર્ય ધન રાશિમાં આવવાથી તેને ધનુર્માસ કહેવાય છે. માર્ચ-એપ્રિલમાં મીન રાશિમાં સૂર્ય આવવાથી તેને મીનમાસ કહેવાય છે.

કમુરતામાં શું કરવું અને શું ન કરવું?

કમુરતા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. જેમકે વિવાહ, ગૃહ પ્રવેશ, મુંડન જેવા સંસ્કાર ન કરવા જોઈએ. આ ઉપરાંત નવું વાહન, ઘર, પ્લોટ, રત્ન આભૂષણો કે વસ્ત્રો ન ખરીદવા જોઈએ. આ સમયમાં ગાજર, મૂળા, તેલ, ચોખા. મગ, સુંઠ અને આંબળાનું સેવન ન કરવું જોઈએ. તમે કમુરતામાં જમીન મકાન, વાહનની ખરીદી કરી સકો છો. મકરસંક્રાંતિ બાદ સૂર્ય ઉત્તરાયણ થતા જ જમીન, મકાન, વાહનની ખરીદી અને વેચાણ કરી શકો છો. વિજ્ઞાન હોય કે ધર્મ, પૃથ્વી પર જીવનની સૂર્ય વિના કલ્પના કરી શકાતી નથી.

જાણો માર્ચમાં લગ્ન માટેના શુભ મુહૂર્ત

2 માર્ચ, 2024, શનિવાર (સ્વાતિ નક્ષત્ર)
3 માર્ચ, 2024, રવિવાર (અનુરાધા નક્ષત્ર)
4 માર્ચ, 2024, સોમવાર (અનુરાધા નક્ષત્ર)
5 માર્ચ, 2024, મંગળવાર (મુલા નક્ષત્ર)
6 માર્ચ, 2024, બુધવાર (મુલા નક્ષત્ર)
7 માર્ચ, 2024, ગુરુવાર (ઉત્તરા અષાઢ નક્ષત્ર)
10 માર્ચ, 2024, રવિવાર (ઉત્તરા અષાઢ નક્ષત્ર)
11 માર્ચ, 2024, સોમવાર (ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર)
12 માર્ચ, 2024, મંગળવાર (રેવતી નક્ષત્ર)

આ પણ વાંચોઃ મહાશિવરાત્રિ અને અમાસે અહીં બિરાજે છે ભગવાન ભોલેનાથ

Back to top button