ગુજરાત

વાડ જ ચીભડાં ગળે : પંચમહાલમાં ગૌચરની જમીનમાંથી માટી ચોરીનું કરોડોનું કૌભાંડ ઝડપાયું

Text To Speech

પંચમહાલઃ ગોધરા તાલુકામાં કરોડો રૂપિયાનું માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. પ્રતિબંધિત ગૌચરની જમીનમાંથી 10 કરોડ કિંમતની માટીની ચોરી કરવામા આવી હોવાનું ટીડીઓની તપાસમાં સામે આવ્યું છે. ગોધરાના લાણીયા અને નાની કાંટડી પહોચીને ટીડીઓએ જાતે તપાસ કરીને રિપોર્ટ કલેકટરને આપ્યો હતો. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બની રહેલા દિલ્હી-મુંબઈ ગ્રીન કોરિડોર હાઇવેનું નિર્માણ કરતી MCC કંપની દ્વારા કરોડોની માટી ચોરી કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે.

પંચમહાલ જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર કૌભાંડને લઇને ખાણ ખનીજ વિભાગને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો બિજી તરફ વાડ જ ચીભડાં ગળે તેવી સ્થિતિ લાગી રહી છે કારણ કે,સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે, જવાબદાર અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરીને કંપનીને દરેક પ્રકારની છૂટ આપી છે.બીજી તરફ સમગ્ર મામલે પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા ખાણ ખનીજ વિભાગને સંપૂર્ણ કાર્યવાહી કરીને માટી ચોરી અંગેની દંડની આકારણી કરી વિગતવાર રિપોર્ટ બનાવવા આદેશ આપવામાં આવ્યો હતો.તો, પંચાયત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ કે જેઓ આ માટી ચોરી પ્રકરણમાં સંડોવાયેલા હોવાનું સામે આવશે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું કલેકટરે જણાવ્યું હતુ.

ખાણ-ખનીજ વિભાગ અજાણ હોય શકે !!
જિલ્લામાંથી એક રેતી ભરેલું ટ્રેકટર પસાર થયા તો ખાણખનીજ વિભાગને જાણ થઇ જાય છે તો આ તો ગૌચર જમીનમાંથી લાખો ટન માટી ચોરીને વાહનોમાંથી ભરીને લઇ જતાં હોવા છતાં ખાણખનીજ વિભાગને કોઇ જાણ ન હતી તેવું પુછપરછ દમિયાન જાણવા મળ્યું હતુ. પશુઓના ધાસચારા માટે રાખવામાં આવેલી ગૌચરમાંથી માટી ચોરી ખાણખનીજ વિભાગની મીલીભગતથી થઇ હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે.

Back to top button