ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના લાખો લોકોને થશે ફાયદો, BU વગરના બાંઘકામ કાયદેસર કરાશે

ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં ઈમ્પેક્ટ ફી સુધારા બિલ રજુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અનધિકૃત વિકાસ નિયમિત કરવા અંગેના બિલની વિધાનસભા ગૃહમાં ચર્ચા થઈ હતી. આજે એક દિવસીય વિધાનસભા સત્રમાં ગુજરાત સરકાર ઇમ્પેક્ટ ફી સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. આ અગાઉ આ માટે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. નિયમ અનુસાર વટહુકમ કાયદો બનવો જરૂરી પણ હોય છે.

આ પણ વાંચો: વિધાનસભાના નવા અધ્યક્ષ શંકર ચૌધરીએ સભાગૃહ માટે કરી આ ખાસ વાત

જાણો કોને થશે ફાયદો

શહેરી વિકાસ વિભાગ બિલ વિધાનસભાના એક દિવસીય સત્રમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક 2022 રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. તેમાં તારીખ 30 સપ્ટેમ્બર, 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામને આ વિધેયક લાગુ પડશે. તારીખ 17 ઓક્ટોબર, 2022ના દિવસથી રાજ્યમાં અમલી બનાવાયુ છે. આ વિધેયક અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિકાસ વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવામાં આવશે. જે બાંધકામોની બી.યુ. પરમિશન નથી અથવા જે બાંધકામને તોડી પાડવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી છે. તેવા બાંધકામ આ વિધેયક હેઠળ નિયમિત થઈ શકશે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ કોમનમેનની રજૂઆતો સાંભળશે, જાણો સ્થળ, સમય અને તારીખ

જાણો રાજ્યમાં આ અધિનિયમ કેમ જરૂરી

ગુજરાતમાં શહેરી વિસ્તારમાં સ્થળાંતર વધવાને કારણે મિલકતોની માગમાં પણ વધારો થયો છે. રાજ્યમાં ઝડપી શહેરીકરણને કારણે રહેણાંક વિસ્તારમાં મકાનની માગના આધારે ગેરકાયદેસર બાંધકામનું પ્રમાણ પણ વધ્યું છે. ગેરકાયદેસર બનેલી સોસાયટી, ફ્લેટ સહિતની મિલકતોમાં સામાન્ય જનતાએ પોતાની જિંદગીભરની મૂડી ખર્ચીને મકાન ખરીદ્યું છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામને લીધે લોકો વર્ષોથી ચિંતામાં હતા. રાજ્ય સરકારે લોકોની આ જ ચિંતાને ધ્યાનમાં રાખીને આ અધિનિયમ લાવવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં નવી સરકારે પ્રથમ સત્ર આજે એક દિવસનું કર્યું, જાણો કેમ

ફેબ્રુઆરી, 2023 સુધી અનધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે અરજી કરી શકાશે

4 મહિના સુધી અરજી કરવા માટે મુદત અરજદારે કલમ 5 હેઠળ કરેલી અરજીના 6 મહિનાની મુદતની અંદર સત્તાધિકારીઓ અરજીની ચકાસણી કરશે. સત્તાધિકારી જ્યારે અનધિકૃત બાંધકામ નિયમિત કરવાની પરવાનગી આપશે. ત્યારબાદ જ અરજદારે ઈમ્પેક્ટ ફી ભરીને કાર્યવાહી કરવાની રહેશે. સત્તાધીશોના નિયમિત બાંધકામના હુકમથી બે મહિનાની મુદતની અંદર અરજદારે ફી ચૂકવવાની રહેશે. આમ, ઓક્ટોબર માસથી લાગુ કરવામાં આવેલા અધિનિયમ હેઠળ ફેબ્રુઆરી, 2023 સુધી અનધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે અરજી કરી શકાશે.

Back to top button