ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

રસ્તા પર પાણીની જેમ દૂધ વહેવા લાગ્યું! વાટકી, તપેલી અને ડોલથી ભરવા લોકોની પડાપડી, જૂઓ વીડિયો

તેલંગાણા, 11 સપ્ટેમ્બર: મફતની વસ્તુ કોને પસંદ નથી? બસ ખબર પડવાની જરૂર છે. ખબર પડતાં જ આ મફળની વસ્તુનું લેવા માટે લોકોની પડાપડી થાય છે. આવું જ કઇંક તેલંગાણામાં પણ જોવા મળ્યું હતું. જ્યારે અહીં એક દૂધનું ટેન્કર પલટી જતાં આ આપદામાં અવસર શોધનારાઓનું ટોળું ભેગું થઈ ગયું. જેમાં કોઈ વાટકી લઈને આવ્યું તો કોઈના હાથમાં ડોલ જોવા મળી, પરંતુ દરેકનો એકમાત્ર ઉદ્દેશ્ય દૂધ ભેગું કરવાનો હતો, જે રસ્તા પર પાણીની જેમ વહી રહ્યું હતું. જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે યુઝર્સ આનંદ માણવામાં જરાય શરમાયા નહીં.

જૂઓ વીડિયો

 

કયા ગામમાં ટેન્કર પલટી ગયું?

મળતી માહિતી મુજબ, તેલંગાણાના નલગોંડા મિરયાલગુડા જિલ્લાના નંદીપાડુ ગામમાં સોમવારે 9 સપ્ટેમ્બરના રોજ દૂધથી ભરેલું ટેન્કર પલટી ગયું હતું. જે એક ડેરી ફાર્મનું ટેન્કર હતું, જેમાં લગભગ 10 હજાર લિટર દૂધ હતું. આ ટેન્કર મિરયાલાગુડાથી નાકરેકલ જઈ રહ્યું હતું. નંદીપાડુ ગામમાં ચાલકે કાબુ ગુમાવતાં ટેન્કર પલટી ગયું હતું.

અકસ્માતને કારણે આ નુકસાન થયું

મળતી માહિતી મુજબ, ટેન્કર પલટી જતાં તેનો વાલ્વ તૂટી ગયો અને દૂધ રસ્તા પર પાણીની જેમ વહેવા લાગ્યું. જ્યારે સ્થાનિક લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તમામ લોકો દૂધ લેવા માટે દોડી આવ્યા હતા. કોઈના હાથમાં વાટકો દેખાયો અને કોઈના હાથમાં તપેલી જોવા મળી. કેટલાક લોકો દૂધ લેવા માટે ડોલ અને ડબ્બા લઈને પણ આવ્યા હતા. થોડી જ વારમાં આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને બધા દૂધ લેવા માટે ઘટનાસ્થળ પર પહોંચી ગયા.

અકસ્માતમાં ડ્રાઈવરને ઈજા થઈ 

આ અકસ્માતમાં ટેન્કર ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મામલાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાં હાજર લોકોને કોઈ રીતે હટાવ્યા. આ પછી ક્રેનની મદદથી ટેન્કરને સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર યુઝર્સને આ રીતે મજા પડી

ઉલ્લેખનીય છે કે, જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો ત્યારે ત્યાં મજા માણનારા લોકોની કોઈ કમી ન હતી. જો કે, કેટલાક લોકોએ પહેલા કન્ટેનરમાં હાજર લોકોની સુખાકારી અંગે પ્રશ્નો કર્યા હતા. એક યુઝરે તો તેને આપદામાં અવસર પણ ગણાવી હતી. તેણે લખ્યું કે, “આને આપદામાં અવસર શોધવી કહેવાય.” અન્ય યુઝરે લોકો દ્વારા દૂધ એકઠું કરવાને યોગ્ય ગણાવ્યું. તેણે કહ્યું કે, “લોકોએ બિલકુલ સાચું કર્યું. દૂધને ગટરમાં વહેવા દેવા કરતાં તેનો ઉપયોગ કરવો વધુ સારું. ઓછામાં ઓછું તે કોઈના પેટમાં તો ગયું. કોઈએ બળજબરીથી લૂંટ કરી નથી.

આ પણ જૂઓ: વંદે ભારત ટ્રેનના કાચ તોડતો વીડિયો વાયરલ, જાણો શું છે આખી ઘટના?

Back to top button