નવરાત્રિમાં ચહેરા ઉપર ગ્લો લાવવા ખુબજ ઉપયોગી છે દૂધ
નવરાત્રિમાં આપણે રોજ આપણી સ્કીન પર જુદા જુદા પ્રકારનો મેક અપ કરીએ છીએ. દરેક યુવતીનો એક જ હેતુ હોય છે કે તે ગરબા રમતી વખતે આકર્ષક દેખાય. નવરાત્રિમાં આપણી ડ્રેસ સાથે આપણી ત્વચાનો ગ્લો પણ ખૂબ મહત્વનો છે. પૂરતી ઊંઘ લઈને તમે તમારી ત્વચાને દૂધથી નિખારી શકો છો. દૂધ શરીરને માત્ર મજબૂત બનાવવાનું જ નહીં, સુંદર બનાવવાનું કામ પણ કરે છે. ફેસપેક, સ્ક્રબ અને કોણ જાણે તેના ઉપયોગથી ત્વચાને નિખારવાનું કામ કરતી કેટલીયે વસ્તુઓ બનતી હશે. દૂધને ઘણી વસ્તુઓ સાથે મિક્સ કરીને તમે તમારું રૂપ નિખારી શકશો. તેમાં રહેલા પુષ્કળ પોષક તત્વો ત્વચા માટે બહુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જાણીએ કઇ-કઇ રીતે દૂધની મદદથી તમે ત્વચાને નિખારી શકો છો.
આ રીતે કરો દૂધનો ઉપયોગ
1. જો તમારી ત્વચાને છિદ્રો બહુ મોટા કે ખુલ્લા છે તો દૂધની ખાટી મલાઇનો ઉપયોગ કરો. ખાટી મલાઇ તમારા ગળા અને ચહેરા પર લગાવી 15 મિનિટ પછી ઠંડા પાણીથી તે ભાગ ધોઇ લો. આના પ્રયોગથી ધીમે ધીમે છિદ્રો નાના થશે અને ત્વચા ચમકશે.
2. જો ચહેરો લાલ થઇ ગયો છે અને તેમાં બળતરા થઇ રહી છે તો તેના પર દૂધની મલાઇ કે બટર લગાવો. તમે સીધું દૂધ પણ લગાવી શકો છો. જ્યારે ચહેરા પર દૂધ સુકાઇ જાય ત્યારે તેને ધોઇ લો.
3. મિલ્ક બાથ તૈયાર કરવા માટે પાણીમાં મિલ્ક પાવડર નાંખો. માનવામાં આવે છે કે આનાથી ત્વચા મુલાયમ અને પોષણક્ષમ બને છે.
4. ત્વચા ડ્રાય છે તો 2 ચમચી દૂધની મલાઇમાં એક ચમચી મધ નાંખી ત્વચા પર લગાવો.
5. દૂધની મલાઈમાં થોડું પાણી નાંખી ચહેરા પર ફેશિયલ કરી શકાય છે.
6. બદામ અને લવિંગને એક સરખા ભાગમાં લઇ પાવડર બનાવો અને અડધી ચમચી દૂધમાં આ પાવડર નાંખી ચપટી હળદર નાંખી ચહેરા પર લગાવો. થોડીવાર પછી ધોઇ લો, ચહેરો નિખરી ઉઠશે.
7. ગુલાબના 2 ફૂલોને પીસીને અડધાગ્લાસ કાચા દૂધમાં 30 મિનિટ સુધી પલાળોપછી આ લેપને ધીમે-ધીમે ત્વચા પર ઘસો, સૂકાઇ જાય એટલે ઠંડા પાણીથી ધોઇ લો. ત્વચા ગુલાબી અને નરમ થઇ જશે.
8. અડધી ચમચી કાળા તલ અને અડધી ચમચી સરસરવને બારીક પીસીને દૂધમાં મિક્સ કરો. આ મિશ્રણને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે. દૂધમાં થોડું મીઠું મિક્સ કરી ચહેરા પર સવાર-સાંજ લગાવવાથી ખીલ દૂર થઇ જાય છે
9. લીંબુનો રસ, બટાકાનો રસ, લોટનું થૂલું વગેરેને દૂધમાં મિક્સ કરી ઉબટણ બનાવી ખીલ પર લગાવો, ખીલ દૂર થશે.