દુધ સંપુર્ણ આહાર છે, પરંતુ આ છે તેની Side Effects: આવા થઇ શકે છે નુકશાન
આમ તો દુધ દરેક વ્યક્તિના ડાયેટનો મહત્ત્વનો ભાગ છે. દુધ અને તેમાંથી બનેલા ઉત્પાદનોનું રોજ સેવન કરવામાં આવે છે. બાળકોથી લઇને વૃદ્ધો સુધી તમામને દુધ પીવાની સલાહ આપવામાં આવે છે. દુધને સંપુર્ણ આહાર માનવામાં આવે છે. તેમાં તમામ પ્રકારના વિટામી મળી આવે છે. દુધ પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન બી2 (રાઇબોફ્લેવિન), વિટામીન બી 12, ફોસ્ફરસ, વિટામીન એ અને વિટામીન ડીનો ભંડાર છે. નિયમિત દુધ પીવાથી ઇમ્યૂનિટિ મજબુત બને છે. હાડકા અને દાંત, વાળ અને ત્વચા મજબુત બને છે. તણાવ અને વજન ઘટે છે. ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે. સારી ઉંઘ આવે છે. તો પછી દુધ પીવાના નુકશાન શું છે?
હાડકા નબળા પડી શકે છે
પેટાના એક રિસર્ચમાં એવું કહેવાયુ છે કે ગાયનું દુધ પીનારા લોકોના હાડકાં નબળા પડી શકે છે. પેટાનું માનવુ છે કે પશુ પ્રોટીન તુટવા પર એસિડનું ઉત્પાદન કરે છે અને કેલ્શિયમ એક એસિડ ન્યુટ્રલાઇઝર છે. એસિડને બેઅસર કરવા અને બહાર કાઢવા માટે શરીરે દુદમાં રહેલા કેલ્શિયમનો ઉપયોગ કરવો પડે છે. આ કારણે દુધનો દરેક ગ્લાસ હાડકામાંથી કેલ્શિયમને બહાર કાઢે છે.
પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ
અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર દુધ અને અન્ય ડેરી ઉત્પાદનોના વધુ સેવનથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે. સંશોધકોએ અભ્યાસ બાદ જાણ્યુ કે વધુ ફેટવાળુ દુધ પીવાથી કે પનીર જેવા ડેરી ઉત્પાદનોના સેવનથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો રહે છે.
લેક્ટોસ ઇન્ટોલરન્સ
લેક્ટોસ ઇન્ટોલરન્સ પાચન સાથે જોડાયેલી એક સમસ્યા છે. આ વિકારમાં તમારુ બોડી લેક્ટોસને પચાવી શકતુ નથી. લેક્ટોસ ઇન્ટોલરન્સના કારણે દુધ અને દુધથી બનેલા ઉત્પાદનોની એલર્જી થઇ શકે છે. બાળકોમાં એન્ઝાઇમ ઉત્પન થાય છે જે લેક્ટોસને તોડે છે, પરંતુ મોટા થવા પર આ ક્ષમતા ઘટી જાય છે. તેના લીધે પેટની ખરાબી, ગેસ અને અપચાની સમસ્યા રહે છે.
આ પણ વાંચોઃ હોંગકોંગ આવવા પર દુનિયાભરમાંથી 5 લાખ લોકોને મળશે ફ્રી એર ટિકિટ, જાણો શા માટે આપવામાં આવી ઓફર