દૂધમાં હોય છે ઝેરી યુરિયા! 5 મિનિટમાં જાણો તમે પીવો છો તે દૂધ અસલી છે કે નકલી
- FSSAIએ એક સરળ પદ્ધતિ જાહેર કરી
3 જૂન 2024, દરેક ઘરમાં દરરોજ દૂધનો ઉપયોગ થાય છે. દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ અને મિનરલ્સ જેવા ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. પરંતુ દૂધમાં યુરિયાની ભેળસેળ એ એક ગંભીર સમસ્યા છે, તે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. FSSAIએ એક સરળ પદ્ધતિ જાહેર કરી જેના દ્વારા તમે પાંચ મિનિટમાં અસલી અને નકલી દૂધ ઓળખી શકો છો.
દૂધમાં યુરિયા ઉમેરવાનું મુખ્ય કારણ છે આર્થિક લાભ
દૂધમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. દૂધમાં યુરિયા જેવી ખતરનાક વસ્તુઓ ભેળવવામાં આવી રહી છે. નકલી દૂધ પીવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI), જે દેશમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસે છે, તેણે એક પદ્ધતિ જાહેર કરી છે જેના દ્વારા તમે ચકાસી શકો છો કે અસલી દૂધ ઉપલબ્ધ છે કે નકલી. દૂધમાં યુરિયાની ભેળસેળ એટલે દૂધમાં યુરિયા નામનો નાઈટ્રોજનયુક્ત પદાર્થ ઉમેરવો. આ ભેળસેળ દૂધમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે કરવામાં આવે છે. આ કામ એટલી ઝીણવટથી કરવામાં આવે છે કે અસલી દૂધની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે. દૂધમાં યુરિયા ઉમેરવાનું મુખ્ય કારણ આર્થિક લાભ છે. યુરિયા ઉમેરીને, દૂધના વેપારીઓ દૂધમાં નાઇટ્રોજનની માત્રામાં વધારો કરી શકે છે, જે ઘણીવાર પ્રોટીનનું સ્તર વધારે છે. જેના કારણે દૂધ વિક્રેતાઓ વધુ દૂધમાં પાણી ભેળવીને વેચે છે અને મોટો નફો કમાય છે. કારણ કે યુરિયા ઉમેરવાથી પ્રોટીનની માત્રા વધુ જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં દૂધની ગુણવત્તામાં ઘટાડો થાય છે.
દૂધમાં યુરિયા કેવી રીતે ઓળખવું
દૂધમાં યુરિયા છે કે નહીં તે ઓળખવા માટે ટેસ્ટ ટ્યુબમાં એક ચમચી દૂધ નાખો તેમાં અડધી ચમચી સોયાબીન અથવા અડદની દાળનો પાવડર ઉમેરો. ટેસ્ટ ટ્યુબને હલાવીને સારી રીતે મિક્સ કરો 5 મિનિટ રાહ જુઓ ત્યારબાદ તેમાં લાલ લિટમસ પેપર નાખો અડધી મિનિટ રાહ જુઓ આ પછી તેમાંથી લાલ લિટમસ પેપર કાઢી લો જો દૂધ શુદ્ધ હોય તો લાલ લિટમસ પેપરનો રંગ બદલાશે નહીં. જો લાલ લિટમસ પેપરનો રંગ વાદળી થઈ જાય તો સમજવું કે દૂધમાં ભેળસેળ છે.
આ પણ વાંચો..આખા વર્ષનો ગરમ મસાલો મિનિટોમાં કરો તૈયાર, દરેક વાનગી મહેંકી ઊઠશે