ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મિલિંદ દેવરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, શિવસેનાના શિંદે જૂથમાં જોડાશે

મુંબઈ (મહારાષ્ટ્ર), 14 જાન્યુઆરી: કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર,  તેઓ શિવસેનાના એકનાથ શિંદે જૂથમાં જોડાશે. રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પહેલાં મિલિંદ દેવરાના રાજીનામાને કોંગ્રેસ માટે મોટો ફટકો પડ્યો છે. જો કે, મિલિંદ દેવરાના કોંગ્રેસ છોડવાની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ આખરે આજે તેમણે તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

મિલિંદ દેવરાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી

મિલિંદ દેવરાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, આજે મારી રાજકીય સફરના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત છે. મેં @INCIndiaના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે, પાર્ટી સાથે મારા પરિવારના 55 વર્ષ જૂના સંબંધને સમાપ્ત કરી દીધા છે. હું તમામ નેતાઓ, સાથીદારો અને કાર્યકરોનો તેમના અતૂટ સમર્થન માટે આભારી છું. બીજી તરફ, મહારાષ્ટ્રના રાજકારણમાં પહેલાથી જ એવી ઘણી અટકળો ચાલી રહી હતી કે મિલિંદ તેમના સમર્થકો સાથે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે. સૂત્રોનું માનીએ તો મિલિંદ આજે જ એકનાથ શિંદેને મળી શકે છે.

એકનાથ શિંદેને મળશે મિલિંદ દેવરા

મિલિંદના રાજીનામા પર ભાજપે કોંગ્રેસની આકરી ટીકા કરી છે. ભાજપે કહ્યું કે રાહુલ પહેલા તેમના નેતાઓ સાથે ન્યાય કરે અને પછી ન્યાય યાત્રા કાઢે. માહિતી અનુસાર, મિલિંદ દેવરા આજે બપોરે 1.30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે પહોંચશે. આ પછી તેઓ સીએમ શિંદેની હાજરીમાં જ પાર્ટીમાં જોડાશે. મિલિંદ દેવરા ઉપરાંત 10 ભૂતપૂર્વ કાઉન્સિલર, 20 અધિકારીઓ, 15 વેપારી સંગઠનો અને 450 કાર્યકરો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે. આ પહેલા શનિવારે મિલિંદ દેવરાએ પાર્ટી છોડવાના સમાચારને નકારી કાઢ્યા હતા. તેમણે આવા સમાચારોને રદિયો આપ્યો હતો. તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં દેવરાને સંયુક્ત ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ આ બેઠકના 20 દિવસ બાદ જ દેવરાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચો: I.N.D.I.A. ગઠબંધનના પ્રમુખ માટે મલ્લિકાર્જુન ખડગેના નામ પર સર્વસંમતિ સધાઈ

Back to top button