ઉત્તર ગુજરાત

ડીસા બનાસ નદીમાં નાહવા પડેલો આધેડ લાપત્તા, જુઓ લાઈવ વિડિયો

Text To Speech

પાલનપુર: પાંચ વર્ષ એટલે કે વર્ષ 2017 પછી બનાસ નદીમાં પાણી આવતા ગુરુવારે ડીસા પાસે નદી વહેતી થઈ હતી. જેથી સવારથી લોકો નદીના નિરને નિહાળવા માટે મોટી સંખ્યામાં બનાસ નદીના પટમાં અને બનાસ પૂલ ઉપર પહોંચ્યા હતા. ત્યારે પાણી જોઈને કેટલાક લોકો સંયમ રાખી શકતા ન હોય એવું ડીસામાં બન્યું હતું.

બપોરના સમયે બનાસ નદીમાં એક આધેડ નદીના કિનારે બરણી મૂકી શર્ટ ઉતારીને નદીના વહેણમાં ઉતરે છે અને નદીનું પાણી માથે ચડાવી નદીમાં જાણે તરતો હોય તેમ આગળ વધતો જાય છે. દરમિયાન પુલ ઉપરથી કેટલાક લોકો આ આધેડને જોઈ જય છે.જેમાં વિડીયો ઉતારી રહેલા લોકોએ તેને બહાર નીકળવા માટે બૂમો પાડતા રહ્યા હતા. પરંતુ આધેડ પાણીના વહેણમાં આગળ વધતો જતો હતો. આધેડનો આ વિડીયો વાયરલ થયો છે. જોકે સ્થાનિક તરવૈયાઓની મદદથી નાહવા પડેલા આધેડની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્રણ કલાકની શોધ બાદ પણ આધેડનો કોઈ પતો લાગ્યો નથી. જુઓ નાહવા પડેલા આધેડનો લાઈવ વિડિયો….

Back to top button