ગુજરાતમાં આવેલ મધ્યાહ્ન ભોજન કેન્દ્રો તંત્રની બેદરકારીથી બેહાલ, યોજના માત્ર કાગળ પર
- ઉનાળુ વેકેશન ખુલ્યા બાદ દાળ અને તેલનો જથ્થો હજુ સુધી ન મળ્યો
- અનાજ ન હોવાને કારણે કેન્દ્રો બંધ રાખવા પડે તેવી સ્થિતિ પ્રવર્તી
- આ મુદ્દે અમે મુખ્યમંત્રીને બે દિવસ પહેલા રજૂઆત કરી: મંડળના પ્રમુખ
ગુજરાતમાં આવેલ મધ્યાહ્ન ભોજન કેન્દ્રો તંત્રની બેદરકારીથી બેહાલ છે. તથા યોજના માત્ર કાગળ પર છે. રાજ્યના 29,000 મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં વેકેશન પછી દાળ-તેલનો જથ્થો જ મળ્યો નથી. જેથી ઓલ ગુજરાત મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળની CMને રજૂઆત છે. તથા 45 લાખ બાળકોને પોષણક્ષમ આહારની યોજના કાગળ પર ચાલે તેવી સ્થિતિ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ, જાણો કયા પડશે ધોધમાર વરસાદ
અનાજ ન હોવાને કારણે કેન્દ્રો બંધ રાખવા પડે તેવી સ્થિતિ પ્રવર્તી
રાજકોટ સહિત રાજ્યભરમાં આવેલા 29,000 મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્રોમાં ઉનાળુ વેકેશન ખુલ્યા બાદ દાળ અને તેલનો જથ્થો હજુ સુધી ન મળતા ઓલ ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં કુલ 45 લાખથી વધુ બાળકો મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્રમાં ભોજન લેતા હોય તેમને પોષણક્ષમ આહાર દેવાની સરકારની યોજના માત્ર કાગળ પર ચાલતી હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહ્યાનો આક્ષેપ મંડળના પ્રમુખ કિશોરચંદ્ર જોશીએ કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ: નિવૃત્ત IPSના દિકરાએ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ થઇ
આ મુદ્દે અમે મુખ્યમંત્રીને બે દિવસ પહેલા રજૂઆત કરી: મંડળના પ્રમુખ
રાજકોટની મુલાકાતે આવેલા જોશીએ જણાવ્યું હતું કે સરકારે મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્રને પડતી મુશ્કેલીના નિવારણ માટે ઓનલાઇન અનાજ ફાળવવા પરમિટ ઇસ્યૂ કરી છે પરંતુ સરકારે હજુ સુધી એકપણ કેન્દ્રમાં દાળ અને તેલનો જથ્થો આપ્યો નથી. સરકારે મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં ઘઉં, ચોખા, મગદાળ, ચણાદાળ, તુવેરદાળ, ચણા, અડદ, લીલા મગ, કાળા મગ સહિતનો જથ્થો ફાળવવાની જાહેરાત કરી છે. પરંતુ હજુ સુધી સરકારે જ તેની ખરીદી કરી નથી. વાલીઓ આવે છે અને તેઓ કેમ કઠોળ અને અન્ય દાળ આપતા નથી તેવો સવાલ ઉઠાવે છે. આ મુદ્દે અમે મુખ્યમંત્રીને બે દિવસ પહેલા રજૂઆત કરી જણાવ્યું છે કે ધો.1 થી 5 અને 6થી 8ના જથ્થાની અલગ-અલગ ફાળવણી કરવામાં આવે. ઓનલાઇન પરમીટમાં એવરેજ મુજબ જથ્થો મળતો નથી. સંખ્યાની વધઘટના કારણે મહિનામાં જથ્થો ખૂટી જાય છે અને બીજી વખત પરમીટ નિકળતી નથી. અનાજ ન હોવાને કારણે કેન્દ્રો બંધ રાખવા પડે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.