ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ થયું ક્રેશ! ઘણી કંપનીઓના કમ્પ્યૂટર અને લેપટોપ ઠપ્પ થઈ ગયા

Text To Speech
  • વિશ્વભરના યુઝર્સ થયાં પરેશાન, મોટી બેંકોની કામગીરી અટકી

નવી દિલ્હી, 19 જુલાઇ: માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં મોટો બગ ડિટેક્ટ થયો છે. આ બગને કારણે, વિશ્વભરના વિન્ડોઝ યુઝર્સની સિસ્ટમ સ્ક્રીન વાદળી થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો સતત ફરિયાદ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, વિન્ડોઝ સિસ્ટમમાં બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરર દેખાઈ રહી છે, જેના કારણે સિસ્ટમને અચાનક બંધ કરવી પડે છે અથવા ફરીથી શરૂ કરવી પડે છે.

માઇક્રોસોફ્ટે હજુ સુધી આ બગ પર કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી

રિપોર્ટ અનુસાર, આ બગને કારણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશો પ્રભાવિત થયા છે અને તેના કારણે ઘણી મોટી બેંકોનું કામ પણ ઠપ્પ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ, માઇક્રોસોફ્ટના તાજેતરના ક્રાઉડસ્ટ્રાઇક અપડેટ પછી આ બગ આવ્યો છે. માઇક્રોસોફ્ટે હજુ સુધી આ બગ પર કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. આનાથી ઓસ્ટ્રેલિયન યુઝર્સ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ બગ હાર્ડવેરને કારણે છે કે સોફ્ટવેરને કારણે, કારણ કે ઘણા યુઝર્સે એવું પણ કહ્યું છે કે, તેમણે તાજેતરમાં નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું છે અને અપડેટ્સ પણ ઇન્સ્ટોલ કર્યા છે, તે પછી પણ તેમની સિસ્ટમમાં આ સમસ્યા આવી રહી છે.

એરલાઈન્સ કંપનીઓને પણ થઈ અસર

માઈક્રોસોફ્ટમાં ખામીને કારણે એરલાઈન્સ કંપનીઓની સિસ્ટમમાં પણ સમસ્યા સર્જાઈ છે. ઘણી જગ્યાએ સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ. ચેક-ઇન અને બોર્ડિંગ પાસમાં સમસ્યા ઉદભવી છે. એરપોર્ટ પર કંપનીઓના કાઉન્ટરો પર ભીડ જોવા મળી રહી છે. મેન્યુઅલ પ્રક્રિયા અપનાવીને લોકોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

માઈક્રોસોફ્ટની ઘણી સેવાઓ બંધ 

મળતી માહિતી મુજબ, માઈક્રોસોફ્ટમાં આવેલી ખામીઓને કારણે કંપનીની લગભગ તમામ સેવાઓ પ્રભાવિત થઈ છે. યુઝર્સ માઇક્રોસોફ્ટ 360, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ ટીમ, માઇક્રોસોફ્ટ Azure, માઇક્રોસોફ્ટ સ્ટોર અને માઇક્રોસોફ્ટ ક્લાઉડ-પાવર્ડ સેવાઓમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આઉટેજ ડિટેક્શન પ્લેટફોર્મ એવા ડાઉન ડિટેક્ટરે પણ વિશ્વવ્યાપી આઉટેજની પુષ્ટિ કરી છે. માઈક્રોસોફ્ટ 365માં ખામીના 900થી વધુ અહેવાલો છે.

આ પણ જૂઓ: ભારતીય સ્ટાર્ટઅપ્સમાં AIની તાકાત વધારવા Google અને MeitYએ મિલાવ્યા હાથ

Back to top button