MI Vs SRH: હૈદરાબાદે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો, હવે મુંબઈ સામે મોટો પડકાર
હૈદરાબાદ, 27 માર્ચ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી સનરાઇઝર્સ ટીમે IPL ઇતિહાસમાં 278 રનનો સૌથી મોટો ટાર્ગેટ આપ્યો છે.
𝗦𝗶𝗺𝗽𝗹𝘆 𝗯𝗿𝗶𝗹𝗹𝗶𝗮𝗻𝘁!
An all time IPL record now belongs to the @SunRisers 🧡
Scocrecard ▶️ https://t.co/oi6mgyCP5s#TATAIPL | #SRHvMI pic.twitter.com/eRQIYsLP5n
— IndianPremierLeague (@IPL) March 27, 2024
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમે સારી શરૂઆત કરી હતી અને 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા છે. આઈપીએલ ઈતિહાસનો આ સૌથી મોટો સ્કોર છે. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. RCBએ 23 એપ્રિલ 2013ના રોજ પુણે વોરિયર્સ સામે 5 વિકેટે 263 રન બનાવ્યા હતા. ત્યારબાદ ક્રિસ ગેલે 66 બોલમાં 175 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
આ સિઝનની 2 સૌથી ઝડપી અર્ધસદી મેચમાં ફટકારવામાં આવી
સનરાઇઝર્સ ટીમ માટે સૌથી પહેલા ટ્રેવિસ હેડે 18 બોલમાં આ સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. આ પછી અભિષેક શર્માએ આ રેકોર્ડ તોડ્યો અને 16 બોલમાં શાનદાર ફિફ્ટી ફટકારી. આ સિઝનમાં હેડની આ પ્રથમ મેચ છે. તેણે 24 બોલમાં 62 રન બનાવ્યા હતા. જ્યારે અભિષેકે 23 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. આ પછી, અંતમાં હેનરિચ ક્લાસને 34 બોલમાં અણનમ 80 રન અને એડન માર્કરામે 42 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને ઐતિહાસિક સ્કોર સુધી પહોંચાડી હતી. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા, ગેરાલ્ડ કોએત્ઝી અને પીયૂષ ચાવલાએ 1-1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: IPLમાં ઈતિહાસ રચવાથી એક ડગલું દૂર રિષભ પંત, દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધી કોઈએ આવું નથી કર્યું