MI vs RR: રાજસ્થાનએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય
મુંબઈ, 01 એપ્રિલ: IPL 2024ની 14મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમો સામ સામે છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવન: ઇશાન કિશન (W), રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (C), ટીમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ, જસપ્રિત બુમરાહ, ક્વેના માફકા
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(w/c), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્ગર, યુઝવેન્દ્ર ચહલ
પીચ રિપોર્ટ
IPL 2024ની 14મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. વાનખેડે મેદાન પર બેટ્સમેનને વધું ફાયદો થતો હોય છે. મુંબઈના હોમ ગ્રાઉન્ડ પર રન બને છે અને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થતો હોય છે. બોલરો માટે આ મેદાન પર રન પર બચાવવા કઠિન બને છે. ઝડપી આઉટફિલ્ડના કારણે બોલરોની વધું ધુલાઇ થતી હોય છે. વાનખેડે મેદાન પર IPLમાં અત્યાર સુધીમાં કુલ 109 મેચ રમાઈ છે. તેમાંથી 50 મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીત મેળવી છે, જ્યારે 59 મેચમાં પીછો કરતી ટીમનો વિજય થયો છે. એટલે કે રનનો પીછો કરવો એ આ મેદાન પર નફાકારક લાગે છે.
આ પણ વાંચો: સટ્ટોડિયાઓએ ભારે કરી! મોદી સ્ટેડિયમમાં બેસીને લાઈવ મેચમાં સટ્ટો રમતા 3 પકડાયા