IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

MI vs DC: મુંબઈના બેટ્સમેનોની જોરદાર બેટિંગ, દિલ્હીને 235 રનનો આપ્યો ટાર્ગેટ

Text To Speech
  • IPL 2024ની 20મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી

મુંબઈ, 7 માર્ચ: મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ માટે ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ છેલ્લી ઓવરોમાં જોરદાર બુમ પડાવી હતી. શેફર્ડે 10 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 39 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડે 21 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા.

દિલ્લીને ટીમની વાત કરીએ તો નોરખિયાએ આજે વધારે પડતા રન અપાવતા દિલ્હીને મોટો ટાર્ગેટ મળ્યો છે તેમણે 4 ઓવરમાં 65 રન આપ્યા હતા. જો કે આ દરમિયાન તેમણે 2 વિકેટ પણ લીધી હતી. અક્ષર પટેલે સારી બોલિંગ કરી હતી. તેમણે 4 ઓવરમાં 35 રન આપ્યા અને 2 વિકેટ લીધી. ખલીલ અહેમદે 4 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ લીધી હતી.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા, ઈશાન કિશન (W), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (C), ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, રોમારિયો શેફર્ડ, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ

દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન: ડેવિડ વોર્નર, પૃથ્વી શો, અભિષેક પોરેલ, ઋષભ પંત (w/c), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, લલિત યાદવ, જ્યે રિચર્ડસન, એનરિચ નોર્ટજે, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ

આ પણ વાંચો: પાકિસ્તાન ટીમને મળ્યા નવા હેડ કોચ, T20 વર્લ્ડ કપ પહેલા આ દિગ્ગજ ટીમની કમાન સંભાળશે

Back to top button