IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

MI vs CSK: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

મુંબઈ, 14 એપ્રિલ: IPL 2024ની 29મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમો સામ સામે છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા, ઈશાન કિશન (W), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (C), ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, રોમારિયો શેફર્ડ, શ્રેયસ ગોપાલ, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ, આકાશ માધવાલ

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન: રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (C), અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (W), શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન

IPL 2024માં શું છે સ્થિતિ?

IPLની આ સિઝનમાં બંને ટિમોએ પાંચ-પાંચ મેચ રમી છે. જેમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સએ 3 મેચમાં જીત મેળવી છે અને તે હાલ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે તેની પાંચ મેચમાંથી માત્ર બે જ મેચમાં જીત મેળવી છે અને તે હાલ પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને છે.

પીચ રિપોર્ટ

IPL 2024ની 29મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જો પીચની વાત કરવામાં આવે તો આ પીચ બેટ્સમેનોને ખૂબ જ અનુકૂળ આવે છે. બેટ્સમેનોને છગ્ગા અને ચોગ્ગા ફટકારવામાં નાની બાઉન્ડ્રી ખૂબ જ મદદરૂપ થાય છે. મુંબઈએ આ મેદાન પર તેની છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી, જેમાં લક્ષ્યનો પીછો કરતી વખતે તેણે 15.3 ઓવરમાં 3 વિકેટે 199 રન બનાવ્યા હતા. જો કે, અહીં બેટ્સમેનોને બંને દાવમાં મદદ મળે છે. પરંતુ સાંજની મેચમાં પાછળથી બેટિંગ કરતી ટીમોને વધુ ફાયદો થાય છે. લાઇટ હેઠળ રમાતી મેચોમાં, બીજી ઇનિંગ્સ દરમિયાન ઝાકળ દેખાય છે, જે બેટિંગને સરળ બનાવે છે.

આ પણ વાંચો: IPLમાં સૌથી વધુ બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કરનાર 5 બોલરોમાં કોનો કોનો સમાવેશ?

Back to top button