ટોપ ન્યૂઝનેશનલ

MHAનો 2021-22નો વાર્ષિક રિપોર્ટ જાહેર; NPRને અપડેટ કરવા પર ભાર મૂકાયો, CAA નજર અંદાજ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ 7 નવેમ્બર 2022માં પોતાની 2021-22નો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જન્મ, મૃત્યુ અને પ્રવાસના કારણે થનારા પરિવર્તનોમાં સામેલ કરવા માટે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને ફરીથી અપડેટ કરવાની જરૂરત છે. જેથી દરેક પરિવાર અને વ્યક્તિના ડેમોગ્રાફિક અને અન્ય જાણકારીઓને એકત્રિત કરી શકાય.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે NPR નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ બનાવેલા નાગરિકતા નિયમ 2003ના વિભિન્ન જોગવાઇઓ હેઠળ તૈયાર કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે 2015માં કેટલીક માહિતી જેમ કે લિંગ, જન્મ તિથિ અને જન્મ સ્થાન, નિવાસ સ્થાન, પિતાનું નામ અને માતાનું નામ અપડેટ કરવામાં આવ્યું. આધાર, મોબાઈલ અને રાશન કાર્ડ નંબર એકત્ર કરવામાં આવ્યા. જન્મ, મૃત્યુ અને પ્રવાસના કારણે થયેલા પરિવર્તનોને સામેલ કરવા માટે આને ફરીથી અપડેટ કરવાની આવશ્યકતા છે. 115 કરોડ નિવાસીઓનો ડેટાબેસવાળા NPRને વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા સાથે અપડેટ કરવાની છે. જોકે, અત્યાર સુધી સેન્સરની પ્રક્રિયા શરૂ થઇ શકી નથી, આને કોરોનાના કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

NPRને લઈને વિપક્ષની ચિંતા

દેશમાં NPRને લઈને વિપક્ષ શાસિત રાજ્યોમાં વિરોધ થઇ રહ્યો છે કેમ કે તેમનું માનવું છે કે NPR હેઠળ લેવામાં આવી રહેલી જાણકારી જ NRCનું જ પ્રથમ પગલું છે.

જણાવી દઈએ કે, નાગરિકતા નિયમ 2003 હેઠળ પ્રથમ વખત NPR 2010માં તૈયાર કરવામાં આવ્યો હતો અને 2015માં દેશના બધા સામાન્ય રહેવાસીઓની જાણકારી એકત્ર કરીને અપડેટ કરવામાં આવી હતી.

જ્યારે કેન્દ્ર સરકારે અનેક વખત સ્પષ્ટ કર્યું છે કે હાલમાં NRCને લઇને કોઈ જ પ્રસ્તાવ નથી. મંત્રાલયે કહ્યું કે, એનપીઆરને રહેવાસી પોતે જ અપડેટ કરી શકે છે કેમ કે વેબ પોર્ટલ કેટલાક પ્રોટોકલનું પાલન કર્યા પછી નિવાસીઓને પોતાના ડેટા ફિલ્ડને અપડેટ કરવાની અનુમતિ આપે છે.

ગૃહ મંત્રાલયે જે રિપોર્ટ જાહેર કર્યો છે તેમાં મંત્રાલયે પોતાની વાર્ષિક ઉપલબ્ધિઓ અને કાર્યો અંગે જાણકારી આપવાની હોય છે, જોકે આ રિપોર્ટમાં ક્યાંય પણ CAAનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

2019માં નાગરિકતાને લઈને પસાર કરેલો કાયદો જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના છ ગેર-મુસ્લિમ સમુદાયોના લોકોને ઝડપીથી નાગરિકતા આપવાનું છે, (જેઓ 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારતમાં પ્રવેશ કર્યો) જેને હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી કેમ કે નિયમ હજી સુધી તૈયાર કરવામાં આવ્યા નથી.

મંત્રાલયનો વાર્ષિક રિપોર્ટ 2020-21માં કહેવામાં આવ્યું છે કે CAA એક સારો અને સુધારાત્મક કાયદો છે જે ભારતીય નાગરિકો પર લાગુ થાય છે અને તેથી આ કોઈપણ રીતે ભારતીય નાગરિકોના અધિકારોને છીનવતો નથી અથવા ઓછા કરતો નથી.

તે ઉપરાંત માર્ચ-ડિસેમ્બર 2021 વચ્ચે ત્રણ પડોશી દેશોના લઘુમતી સમુદાયના કેટલાક લોકોને ગૃહ મંત્રાલય દ્વારા 2,439 લોંગ ટર્મ વિઝા આપ્યા હતા. જેને લઈને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જેમાં પાકિસ્તાન (2,193), અફઘાનિસ્તાન (237) અને બાંગ્લાદેશ (09)ના વિઝા સામેલ છે. એલટીવી મળવું એટલે ભારતીય નાગરિકતા મળવાનું પ્રથમ પગલું છે.”

Back to top button