MHનું રાજકારણ ગરમાયુ, ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ એકનાથ શિંદેને પોતાની સામે ચૂંટણી લડવા પડકાર ફેંક્યો
મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક કરંટ જોવા મળી રહ્યું છે. બાલા સાહેબ ઠાકરેના પૌત્ર આદિત્ય ઠાકરેએ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેને વરલી બેઠક ઉપરથી પોતાની સામે ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દેશમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમ જેવા 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ઠાકરે મહારાષ્ટ્રમાં પણ પેટા ચૂંટણી કરાવવાના મુડમાં છે અને તેઓ શિંદેને ઉશ્કેરી રહ્યા છે.
સંજય રાઉત પણ ચાલતી ગાડીએ ચડી બેઠા
ઉલ્લેખનીય છે કે, આદિત્ય ઠાકરેએ પોતાના મત વિસ્તારમાં યોજાયેલી એક સભામાં એકનાથ શિંદેને આ પડકાર ફેંક્યો હતો. ત્યારે તેઓની વાતો સાથે સાંસદ સંજય રાઉત પણ ચાલતી ગાડીએ ચડી બેઠા હતા અને તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે એક 32 વર્ષનો યુવાન પીઢ અનુભવી નેતાને પડકાર ફેંકી રહ્યો છે. તાકાત હોય તો શિંદે તે પડકાર ઝીલીને બતાવે.