ટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીબિઝનેસલાઈફસ્ટાઈલ

MG મોટરે 100 Year લિમિટેડ એડિશનના 4 મોડલ કર્યા લોન્ચ, જાણો શું છે કિંમત?

Text To Speech
  • નવા મોડલમાં MG Hector, MG Astor, MG ZS EV અને MG Comet EVનો સમાવેશ

HD ન્યૂઝ ડેસ્ક, 11 મે: 100 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા માટે, MG મોટરે ભારતીય બજારમાં ગ્રાહકો માટે તેના ચાર નવા મોડલના 100 વર્ષના લિમિટેડ એડિશન લૉન્ચ કર્યા છે. MG મોટરે બ્રિટિશ રેસિંગ ગ્રીન કલર સ્કીમ સાથે લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કર્યા છે. આ ચાર નવા મોડલમાં MG Hector, MG Astor, MG ZS EV અને MG Comet EVનો સમાવેશ થાય છે. આ મોડલ્સના લિમિટેડ એડિશન વેરિઅન્ટની કિંમત કેટલી છે?  આ સિવાય લિમિટેડ એડિશનમાં બીજું શું ખાસ આપવામાં આવ્યું છે? આવો તે જાણીએ..

MG Motor
@MG Motor

MG Comeના 100 વર્ષના એડિશનની કિંમત

MGની આ નાની ઇલેક્ટ્રિક કારનું લિમિટેડ એડિશન મોડલ ફક્ત એક્સક્લુઝિવ ફાસ્ટ ચાર્જિંગ (FC) વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ થશે. આ વેરિઅન્ટ ખરીદવા માટે તમારે 9 લાખ 40 હજાર રૂપિયા (એક્સ-શોરૂમ) ખર્ચવા પડશે.

MG Motor
@MG Motor

MG Astor અને Hectorની કિંમત શું છે?

MG Aster અને Hectorનું લિમિટેડ એડિશન મોડલ Sharp Pro વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે અને આ મોડલની કિંમત રૂ. 14.81 લાખ (એક્સ-શોરૂમ) થી રૂ. 21.20 લાખ (એક્સ-શોરૂમ) છે.  તમને એક્સક્લુઝિવ પ્લસ વેરિઅન્ટમાં MG ZE EVનું લિમિટેડ એડિશન મોડલ મળશે અને કંપની દ્વારા આ વેરિઅન્ટની કિંમત 24 લાખ 18 હજાર રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

MG Motor
@MG Motor

100 વર્ષના લિમિટેડ એડિશનમાં શું ખાસ છે?

આ લિમિટેડ એડિશન મૉડલમાં, તમને સ્ટેરી બ્લેક ફિનિશની સાથે ડાર્ક ફિનિશ એલિમેન્ટ્સ અને ટેલગેટ પર 100 Year Edition બેજ જોવા મળશે. એક્સટીરીયરમાં કેવા બદલાવ જોવા મળશે તે વિશે વાત કર્યા પછી, ચાલો હવે વાત કરીએ કે કારના ઈન્ટીરીયરમાં શું બદલાવ આવ્યા છે. કારના ઈન્ટિરિયરમાં બ્લેક થીમની સાથે ફ્રન્ટ હેડરેસ્ટ પર 100-Year Edition એમ્બ્રોઈડરી જોવા મળશે.

MG 100 Year Edition: શું ફીચર્સ બદલાયા છે?

હાલમાં, MG મોટરે કોઈ માહિતી આપી નથી કે Astor, Comet EV, Hector અને MG ZS EVની સુવિધાઓની સૂચિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે નહીં? ચારેય વાહનોના નવા લિમિટેડ એડિશન મોડલને MGની અધિકૃત સાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ: મારુતિ સ્વિફ્ટ નવા લૂકમાં થઈ લોન્ચ: જાણો કેટલી છે કિંમત અને કેવા છે ફિચર્સ

Back to top button