ટ્રમ્પને મેક્સિકોના મહિલા રાષ્ટ્ર પ્રમુખે આપ્યો જડબાતોડ જવાબ, જૂઓ વીડિયો
વોશિંગ્ટન, તા.9 જાન્યુઆરી, 2025: અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સતત બેફામ નિવેદન આપી રહ્યા છે. કયારેક કેનેડાને અમેરિકામાં ભેળવી દેવાની વાત કરે છે તો ક્યારેક પનામા અને ગ્રીનલેન્ડ પર કબજાને લઈ નિવેદન આપે છે. તાજેતરમાં તેમણે મેક્સિકોની ખાડીને અમેરિકાની ખાડી કહેવા પર ભાર મૂક્યો હતો. તેમના આ નિવેદન પર મેક્સિકોના મહિલા રાષ્ટ્રપ્રમુખે જડબાતોડ જવાબ આપ્યો છે.
મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ ક્લાઉડિયા શિનબામે ટ્રમ્પ પર કટાક્ષ કરતાં કહ્યું, યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાને મેક્સિકન અમેરિકા કહેવું જોઈએ. તેમણે ટ્રમ્પ પર નિશાન સાધતા એક ગ્લોબલ મેપ (વૈશ્વિક નકશો) જાહેર કર્યો હતો. આ નકશામાં અમેરિકાને મેક્સિકન અમેરિકા તરીકે દર્શાવાયું હતું. કલાઉડિયાએ નકશો દર્શાવતા કહ્યું કે, અમેરિકા ગલ્ફ ઓફ મેક્સિકોને ગલ્ફ ઓફ અમેરિકા બતાવવા પર અડગ છે પરંતુ અમેરિકાને મેક્સિકન અમેરિકા કેમ નથી કહેતા? 1607થી Apatzinganનું બંધારણ મેક્સિન અમેરિકા હતું. આવો અમેરિકાને મેક્સિકન અમેરિકા કહીએ.
તાજેતરમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ગલ્ફ ઑફ અમેરિકા ખૂબસુરત નામ છે અને એકદમ સચોટ છે. મેક્સિકોની કાર્ટલ ચાલી રહી છે. તે ખૂબ ખતરનાક બની રહ્યું છે. અમેરિકાએ મેક્સિકોમાં ખૂબ રોકાણ કર્યુ છે અને હવે અમારે તેની સ્થિતિ સુધારવાની જવાબદારી લેવી પડશે.
અમેરિકા અને મેક્સિકો ઈન્ટરનેશનલ હાઈડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન (IHO)ના સભ્ય દેશ છે. આ એજન્સી વિશ્વના તમામ સમુદ્ર અને મહાસાગરનો સર્વે કરે છે. આઈએચઓ પાસે આ જગ્યાના નામ બદલવાની પણ જવાબદારી છે, નામ બદલવા માટે બંને પક્ષોની સહમતિ હોવી જરૂરી છે. ટ્રમ્પ ઈચ્છે તો તેમના દેશમાં ગલ્ફ ઓફ મેક્સિકોના બદલે ગલ્ફ ઓફ અમેરિકા નામનો પ્રયોગ શરૂ કરાવી શકે છે, પરંતુ વૈશ્વિક સ્તર પર આવું ન કરી શકે.
આ પણ વાંચોઃ તિરુપતિથી લઈ વૈષ્ણોદેવી, જાણો ક્યારે ક્યારે બની ભાગદોડની ઘટના