પેપર લીક મુદ્દે મેવાણીના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું- સરકાર શ્વેત પત્ર બહાર પાડે
જુનિયર ક્લાર્ક પેપરલીક બાદ આજરોજ કોંગ્રેસ દ્વારા આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસકોન્ફરન્સમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો : યુવાનો ત્રસ્ત અને ભાજપ ભરતી મેળામાં મસ્ત, કોંગ્રેસના નેતાએ કેસરિયો ધારણ કર્યો
જીગ્નેશ મેવણીએ પેપરલીક મુદ્દે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ગઈકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે તો સરકાર શ્વેત પત્ર બહાર પાડે કે સરકારમાં કેટલા પેપર લીક થયા. કેટલા ગુના દાખલ થયા કેટલા આરોપીઓ પકડાયા કેટલા કેસ ચાલ્યા અને કેટલનું પિલ્લું વળી ગયું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કમલમ અને ગાંધીનગરમાં બેઠેલા એકેય સામે કાર્યવાહી થઈ નથી.
આ પણ વાંચો : ભુપેન્દ્ર પટેલ સરકાર પહેલી જ પરીક્ષામાં નાપાસ, જાણો અત્યારસુધીમાં કેટલી EXAMના પેપર ફૂટ્યા
સરકાર પર આકાર પ્રહાર કરતાં વધુમાં જીગ્નેશ મેવાણીએ ઉમેર્યું હતું કે, કૌભાંડીઓને ખાતરી છે કે ગુજરાત સરકારના શાસનમાં તેમણે કંઇ થવાનું નથી. પ્રધાનમંત્રી મોદીએ ચુંટણીમાં ઘણો પ્રચાર કર્યો પણ ક્યાંય પેપર ન ફૂટવાની ખાતરી આપી નહિ. નાની માછલીઓને પકડીને તપાસ પૂર્ણ થઈ જાય છે. ભાજપની સરકારે 22મો પાડો જણ્યો છે તેવું જિગ્નેશ મેવાણીએ ઉમેર્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હજુ સુધી આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી મગનું નામ મારી પાડવા તૈયાર નથી.