ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

Text To Speech
  • મેટ્રોની સેવાનો સમય સવારે 6.20 થી રાત્રીના 10.00 કલાક સુધીનો છે
  • ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે
  • મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને સમયમાં ફેરફાર

અમદાવાદમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવારની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે એટલે કે આજ રોજ સાંજે 7 વાગ્યા સુધી જ મેટ્રો ટ્રેન ચાલુ રહેશે. આ નિર્ણય ફટાકડા ફોડવા અને તેની મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવ્યો છે.

મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને સમયમાં ફેરફાર

ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદ મેટ્રોની સેવાનો સમય સવારે 6.20 થી રાત્રીના 10.00 કલાક સુધીનો છે. પરંતુ દિવાળીના તહેવારની ઉજવણી દરમિયાન જાહેરમા ફટાકડા ફોડવા અને તેની સંભવિત અસરો તથા મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને માત્ર દિવાળીના દિવસ માટે મેટ્રોનો સમય સવારે 6.20 થી સાંજે 7 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે

અમદાવાદમાં તમામ ટર્મિનલ સ્ટેશન એટલે કે, મોટેરા સ્ટેડિયમ, APMC, વસ્ત્રાલ ગામ અને થલતેજની બંને કોકિડોરમાં છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય સાંજે 7.00 વાગ્યાનો રહેશે. તેમજ ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં અંબાલાલ પટેલે ગરમી અને ઠંડીને લઈને આગાહી કરી 

Back to top button