અમદાવાદમાં દિવાળીના દિવસ પૂરતો મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો, જાણો કયા સમયે દોડશે
અમદાવાદઃ (Ahmedabad)શહેરની લાઈફ લાઈન બનેલી મેટ્રો ટ્રેન હવે લોકો માટે મહત્વનું પબ્લિક ટ્રાન્સપોર્ટ બની ગઈ છે. (Metro train)શહેરમાં હવે ક્રિકેટ મેચ અને તહેવારોમાં મેટ્રો ટ્રેનની સુવિધા લોકોને સરળતાથી મળી રહે તે માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. (time Change)હાલમાં શહેરમાં સવારના 6:30 વાગ્યાથી રાત્રિના 10:00 વાગ્યા સુધી નિયમિત મેટ્રો રેલ સેવાઓ કાર્યરત છે. ત્યારે માત્ર દિવાળીના એક દિવસ પૂરતો જ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સવારે 6:20 વાગ્યાથી રાત્રિના 7:20 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું છે કે,દિવાળીના તહેવાર નિમિત્તે, જાહેરમાં ફટાકડા ફોડવાની સંભવિત અસરો મેટ્રો રેલની કાર્યકારી સલામતી સાથે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પણ અસર કરી શકે છે.આ સંદર્ભે અને અન્ય મેટ્રો રેલ દ્વારા અનુસરવામાં આવતા ધોરણ મુજબ તા.12-11-2023ના રોજ એક દિવસ માટે મેટ્રો રેલ સેવાનો સમય સવારે 6:20 વાગ્યાથી રાત્રિના 7:20 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.