અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મેટ્રોનાં નિયમો થયાં વધુ કડક : થઈ શકે છે 5000 સુધીનો દંડ અને જેલની સજા

અમદાવાદ મેટ્રોને લઈને તંત્ર હરકતમાં આવ્યા બાદ કેટલાક નવાં નિયમો બહાર પાડ્યા છે. અમદાવાદ મનપા દ્વારા તંત્ર દ્વારા કેટલાક નવા નિયમોની જોગવાઈ કરવામાં આવી છે, જેનું ઊલ્લંઘન થતા સખત સજા પણ મળી શકે છે. તેમાં સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ હવે અમદાવાદ મેટ્રોના કોચમાં પાન કે મસાલો ખાઈને થૂંકશે કે પાનની પિચકારી મારશે તો તેને રુ. 5000 નો દંડ કરવામાં આવશે.

આ પણ વાંચો : દિલ્હી બાદ અમદાવાદની હવા પણ ઝેરી બની રહી છે, આ વિસ્તારોમાં પ્રદૂષણ સૌથી વધુ

તંત્ર દ્વારા કરાયેલી જોગવાઈ મુજબ મેટ્રોમાં પાનની પિચકારી મારનાર સામે માત્ર દંડ વસુલવામાં નહિં આવે તેને આ કાયદાનાં ભંગ માટે જેલ પણ થઈ શકે છે. આ સિવાય મેટ્રો રેલના કોચને નુકસાન કરનારા સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

નિયમો થયાં કડક :  ઊલ્લંઘન કરનારને મળશે સજા

મેટ્રોમાં જો કોઈ વ્યક્તિ કોચની અંદર કચરો ફેંકતા, થૂંકતા અથવા મેટ્રોનાં ફર્નિચરને અથવા સેફ્ટી બટનને નુકસાન પહોંચાડતો પકડાશે તો પણ 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને જેલની સજા પણ થઈ શકે છે. આ સિવાય મેટ્રોમાં મુસાફરી કરતી વખતે તોડફોડથી દુર્ભાવનાપૂર્ણ રીતે કોઇ વ્યક્તિનું મોત  થશે તો ગુનેગારને 10 વર્ષ સુધીની જેલ અથવા આજીવન જેલ કે મૃત્યુદંડ પણ થઈ શકે છે. ઉપરાંત મેટ્રો કોચ-પરિસરમાં નુકસાન કરનારને  6 માસની સજા મળી શકે છે. તેમજ કારણ વગર બેલ- એલાર્મ વગાડતા લોકોને 1 વર્ષની જેલની સજા, મેટ્રોની ટિકિટ અથવા પાસ સાથે છેડછાડ કરવા પર  6 મહિનાની જેલ, દારૂના નશામાં અભદ્ર વર્તન કરતાં રૂ.200 દંડ અને પાસ જપ્ત, મેટ્રો ઉપર કે મેટ્રો પરિસરમાં કઈ પણ લખાણ કરવા અથવા દોરવા પર  500 રૂપિયાનો દંડ અને પોસ્ટર ચોંટાડવા  પર 6 મહિના સુધીની જેલ પણ થઈ શકે છે. આ સિવાય પ્રતિબંધિત ચીજસ્તુઓ જેવી કે જોખમી હથિયારો ટ્રેનમાં લાવવા પર  4 વર્ષ સુધીની જેલ અને  5 હજારનો દંડ કરવામાં આવશે.

Ahmadabad Metro - Hum Dekhenge News
Ahmadabad Metro

મેટ્રોની અનોખી પહેલ

આ કડક નિયમોની જોગવાઈ સાથે તંત્રએ એક સારો નિર્ણય પણ કર્યો છે. જો મેટ્રોમાં મુસાફરી કરતાં કોઈ વ્યક્તિને મેડિકલ ઈમરજન્સીની જરૂર પડશે તો તેને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી મેટ્રો તંત્રની રહેશે. આ માટે મેટ્રોએ શહેરની કુલ 6 હોસ્પિટલો સાથે MOU સાઈન કર્યા છે.આ ઉપરાંત નજીકનાં ભવિષ્યમાં વધુ 10 હોસ્પટલો સાથે પણ MOU કરવામાં આવશે.

Back to top button