અમદાવાદગુજરાત

નવરાત્રીના પેહલા દિવસે અમદાવાદીઓને મેટ્રોની ભેટ

Text To Speech

અમદાવાદીઓને જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં ઉભી થતી સમસ્યાથી જલ્દી મળશે મુક્તિ. ત્યારે અમદાવાદીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીના પહેલા જ દિવસે મેટ્રોની ભેટ આપવા જઈ રહ્યા છે. વસ્ત્રાલ-થલતેજ, APMC-મોટેરા મેટ્રો રુટ તૈયાર થઈ ગયો છે. તેમજ રુટના ફેઝ 1ના ઈન્સ્પેક્શનનું કામ પણ પુર્ણ થઈ ચુક્યુ છે.

ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અનેક નેતાઓની ગુજરાતમાં અવર જવર વધી ગઈ છે. તેમજ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અનેક વાર ગુજરાતની મુલાકાત કરી ચુક્યા છે. તેમજ હવે નવરાત્રીના પહેલા દિવસે પણ વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જે દિવસે જ તેઓ અમદાવાદીઓને મેટ્રો ટ્રેનની ભેટ આપવાના છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં નવરાત્રીમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. ત્યારે મેટ્રોના ફેઝ-1 માં બે કોરીડોર હશે. વસ્ત્રાલ થી થલતેજ, અને APMC થી મોટેરા સુધી સફર કરી શકાશે. ત્યારે પ્રથમ દિવસે તેનુ ભાડું ફક્ત 5 રુ. રાખવામાં આવ્યુ છે. જ્યારે અન્ય દિવસોમાં તેનુ ભાડું લગભગ 25 રુ. ની આસપાસ રાખવામાં આવ્યુ છે.

ચીફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા મેટ્રોનું અંતિમ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જે પછી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તેનુ પાલન કરીને આગામી અઠવાડિયે ફાઈનલ રિપોર્ટ જમા કરાવવામાં આવશે.

Back to top button