અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદમાં રિક્ષાઓ માટે જાન્યુઆરીથી મીટર ફરજિયાત

Text To Speech
  • રિક્ષા ચાલકો ભાડુ વધુ વસલતા હોવાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા કરવામાં આવી જાહેરાત

અમદાવાદ, 4 ડિસેમ્બર: અમદાવાદ શહેરના રિક્ષાચાલકોને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર બહાર આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડી તમામ રિક્ષાચાલકો માટે મીટર ફરજિયાત કર્યા છે. જેથી હવે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે.  આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી શકશે. જાહેરનામા મુજબ, 1 જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાએ મસમોટો દંડ ભરવો પડશે. રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

પહેલી તારીખથી રિક્ષાચાલકોની રિક્ષામાં મીટર ફરજિયાત

મહત્ત્વપૂર્ણ છે કે, પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલક મીટર વગર પોતાની રિક્ષા લઈને ધંધો કરવા બહાર નીકળશે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ જો રિક્ષાચાલકો દ્વારા મુસાફરો પાસેથી મીટર ભાડાં સિવાય મનમાની રીતે ભાડું વસૂલવામાં આવશે તો તેવા રિક્ષાચાલકો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસને સામાન્ય લોકો દ્વારા રિક્ષાચાલકોને લઈને ઘણી ફરિયાદો મળતી હતી. જેને ધ્યાને લઈ નાગરિકોની સુવિધા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. જોકે, આ નિયમના અમલીકરણ પહેલાં રિક્ષાચાલકોને મીટર લગાવવા માટે પહેલી તારીખ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે.

શહેરમાં ચાલતી રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે. જાહેરનામા મુજબ, મીટર વગરની રિક્ષા હશે તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. 1 જાન્યુઆરીથી મીટર વગરની જોવા મળતી રિક્ષાના ચાલકને દંડ ફટકારવામાં આવશે. રિક્ષા ચાલકો ભાડુ વધુ વસુલતા હોવાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ તરફ હવે મુસાફરને પણ મીટરથી ભાડુ નક્કી કરીને મુસાફરી કરવી ફરજિયાત બનશે.

આ પણ જૂઓ: રેલ પ્રવાસીઓ માટે મોટા સમાચાર, રેલવેની ક્ષમતામાં વધારો થયો; એક હજાર જનરલ કોચ ઉમેરાશે

Back to top button