ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો

Text To Speech
  • 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે
  • 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે
  • વાવાઝોડુ સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં પશ્ચિમ બંગાળાના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેસર બનશે. જે મજબૂત બનતા 2 જી ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે.

12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે

12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડુ સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. આ 2018 જેવું વાવાઝોડું બની શકે છે. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય છે. આ સમયે બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 kmph ની ઝડપે ફૂંકવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે.

4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે

આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી છે. જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી છે. તથા વલસાડ અને દમણમાં વરસાદની આગાહી છે. તથા ભારે વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નહીં. તથા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે.

Back to top button