ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, જાણો કયા પડશે વરસાદ
- સવારે 10 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદ રહેશે
- તાપી અને ડાંગમાં વરસાદની આગાહી
- છેલ્લા 24 કલાકમાં ચૂડામાં જ દોઢ ઈંચ વરસાદ નોંધાયો
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર થયુ છે. તેમાં સવારે 10 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમજમ ગાંધીનગર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં છૂટોછવાયો વરસાદ રહેશે અરવલ્લી, પંચમહાલમાં વરસાદની આગાહી છે. તેમજ દાહોદ, મહીસાગર, વડોદરામાં વરસાદની આગાહી છે.
તાપી અને ડાંગમાં વરસાદની આગાહી
તાપી અને ડાંગમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર થયુ છે તેમાં 7 થી 10 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ ધંધૂકા શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે બિરલા ચાર રસ્તા અને ખાસ કરીને કોલેજ રોડ પર જળભરાવની સ્થિતિ જોવા મળી હતી. ગાજવીજ સાથે વરસેલા વરસાદે સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું હતું. કોલેજ રોડ પર આખું ચોમાસુ પાણી ભરાયું ન હતું. પરંતુ સ્થાનિકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે રૂ.16.44 લાખનું તાજેતરમાં બનાવેલ નવું ડિવાઈડર બનતા જળ ભરાવ થયો છે.
છેલ્લા 24 કલાકમાં ચૂડામાં જ દોઢ ઈંચ વરસાદ નોંધાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા ધીમા પડયા હોય તેમ છેલ્લા 24 કલાકમાં ચૂડામાં જ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે ચોટીલા અને સાયલામાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા, થાન અને મૂળીમાં વરસાદી ઝાપટા પડયા છે. જયારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં શનિવાર સાંજથી વરસાદી વાતાવરણ સર્જાયુ છે. પરંતુ વરસાદ વરસ્યો નથી. ચૂડામાં દોઢ ઈંચથી વધુ વરસાદથી નદી નાળા છલકાયા છે. બીજી તરફ જિલ્લામાં વરસાદી વાતાવરણને લીધે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. આગામી 24 કલાકમાં જિલ્લામાં વરસાદની શકયતા નહીંવત દર્શાવાઈ છે. ત્યારે વરસાદ વિરામ લેતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.