એકવાર ફરીથી રાજ્યમાં વધી રહ્યું છે વરસાદનું જોર; હવામાન વિભાગે કહ્યું- અતિભારે વરસાદ…
અમદાવાદ: રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ફરી એકવાર વધી રહ્યું છે. ચોમાસાની શરૂઆતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઇ ગઈ છે. તેવામાં એક વખત ફરીથી વરસાદ ધીમે-ધીમે પોતાની સ્પીડ પકડી શકે છે. જોકે, વર્તમાનમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં સામાન્ય છૂટાછવાયા છાપડા પડવાની આગાહી કરી છે. હાલમાં અતિભાર વરસાદ પડે તેવી કોઇ જ શક્યતાઓને હવામાન વિભાગ દ્વારા નકારી દેવામાં આવી છે. જોકે, આગામી દિવસોમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય તો હવામાન વિભાગ નવી આગાહી કરી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, આજે રાજ્યભરના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેમજ ક્યાંય પણ અતિભારે વરસાદની હાલ કોઇ સંભાવના જોવામાં આવી રહી નથી. જ્યારે કેટલાંક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. ચોમાસું સક્રિય હોવાના કારણે વરસાદી વાતાવરણ બનેલું રહેવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે. જોકે, કેટલાક વિસ્તારોમાં તડકો પણ પોતાનો જોર બતાવી શકે છે.
આ પણ વાંચોઃમાસૂમને અંધશ્રદ્ધાના ડામ! રાજકોટમાં બાળકી બીમાર પડતાં નિદાનના બદલે ધગધગતા ડામ અપાયા
તો બીજી તરફ ગાંધીનગર- અમદાવાદમાં સામાન્ય વરસાદ રહી શકે છે.અમદાવાદમાં બે દિવસથી છૂટાછવાયા ઝાપડાઓ પડી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 92 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેથી જળાશયોમાં પણ પાણીનું સ્તર સારૂ એવું થઇ ગયું છે. તો બીજી તરફ તે સ્તરમાં સતત વધારો પણ થઈ રહ્યો છે. પાણીનો પૂરવઠો ભેગો થઇ જવાના કારણે રાજ્યના લોકોને હાશકારો અનુભવાયો છે.
સાવચેતીને જોતા હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કેમ કે હવામાનિ વિભાગ અનુસાર દરિયાકિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ આગામી દિવસોમાં હજી પણ વરસાદી માહોલ રહી શકે છે. જ્યાં હજી સતત વરસાદનું જોર રહેલું છે.
આ પણ વાંચો-પાટણ: દરેક છૂટી ગયેલી રસી અચૂકપણે અપાવો; 07થી 12 ઓગષ્ટ સુધી ચાલશે રસીકરણ કેમ્પેઈન