ગુજરાતમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ, ગાજવીજ સાથે માવઠાની આગાહી
- રાજ્યના ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતા
- હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
- 28 ડિસેમ્બરે અમરેલી, ભાવનગર, છોટ ઉદેપુરમાં માવઠાની આગાહી
ગુજરાત રાજ્યમાં ઠંડી વધી રહી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 28 ડિસેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ગઇકાલ રાતે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો અને છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
રાજ્યના ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતા
રાજ્યના ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ ઓલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
28 ડિસેમ્બરે રાજ્યના અમરેલી, ભાવનગર, છોટ ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.