ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું, જાણો ક્યા છે વરસાદની આગાહી

Text To Speech
  • ખેડા, ગાંધીનગર, અમદાવાદ તથા સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી
  • રાજ્યમાં 8 થી 11 વાગ્યા સુધી વરસાદની આગાહી છે
  • બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે

ગુજરાતમાં હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં આણંદમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ વલસાડ અને દીવ, દાદરનગર હવેલીમાં પણ મેઘમહેર રહેશે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં 8 થી 11 વાગ્યા સુધી વરસાદની આગાહી છે

રાજ્યમાં 8 થી 11 વાગ્યા સુધી વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. તેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી છે. તથા મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી સાથે છોટા ઉદેપુર, વડોદરા, આણંદમાં વરસાદની આગાહી કરાઇ છે. જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ અતિભરે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. તેમજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ખેડા, ગાંધીનગર, અમદાવાદ તથા સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી

ખેડા, ગાંધીનગર, અમદાવાદ તથા સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા, પોરંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ તથા રાજકોટ, ભરૂચ, નર્મદા અને તાપી, ડાંગ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી સાથે વલસાડ અને દીવ, દાદરનગર હવેલીમાં પણ મેઘમહેર રહેશે. આજે સાર્વત્રિક વરસાદ સાથે ભારેથી અતિભારે વરસાદ રહેશે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. જેમાં દ્વારકા, અમરેલી, ભાવનગર, દાદરા નગર હવેલી, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર, આણંદમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Back to top button