ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું, જાણો કયા છે વરસાદની આગાહી

Text To Speech
  • 15 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું ઓરેન્જ એલર્ટ
  • 8 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે
  • ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની સંભાવના

ગુજરાતમાં હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં સવારે 7થી 10 સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં નર્મદામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તથા 9 જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. તથા નવસારી અને ડાંગ, વલસાડ, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

15 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું ઓરેન્જ એલર્ટ

15 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં અમરેલી, બોટાદ, અમદાવાદ તથા સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા તેમજ દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહેસાણા, મહીસાગર, નવસારી અને ડાંગ, વલસાડ, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. તથા 9 જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. 16 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં વરસાદ પડી શકે છે. વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની સંભાવના છે. પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર્નાં જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

8 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે

હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં સવારે 7 થી 10 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં 8 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ ભાવનગર, સુરત, ભરૂચ તથા આણંદ, વડોદરા, પંચમહાલ તથા છોટાઉદેપુર, નર્મદામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વરસાદ છૂટો છવાયો પડતા આજે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો

ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તારના વાવ, થરાદ અને સુઈગામ તાલુકાના ગામડાઓમાં હાલનો ચાલુ વર્ષની સિઝનનો સરેરાશ 19.58 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં જિલ્લાનું ચોમાસાનું વાવેતર 2,22,874 હેટ્રેક્ટરમાં થયું છે. જિલ્લામાં મગફળી અને બાજરીનું વિશેષ વાવેતર થયું છે પણ નહીવત વરસાદ નોંધાતા ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે. છેલ્લા 15 દિવસથી જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઝરમરિયા વરસાદ છૂટો છવાયો પડતા આજે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

Back to top button