ગુજરાત રાજ્યનાં તમામ શહેરોમાં ગરમીનો પારો 26થી 36 ડિગ્રી વચ્ચે જ્યારે લઘુત્તમ તાપમાન 12થી 20 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં 36.0 ડિગ્રી સાથે વલસાડ અને અમરેલી સૌથી ગરમ અને 12.0 ડિગ્રી સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી સમયમાં ઉનાળો આકરો બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે વાયરલ ઈન્ફેક્શન, ઝાડા-ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: સુરત: દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે બર્ડ હિટ થઇ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો
રાજ્યમાં હવામાનમાં આગામી દિવસોમાં 2-3 ડિગ્રી લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, શનિવારે રાજ્યમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું હતું જ્યાં એક ડિગ્રીનો ઘટાડો થયો છે. આ તરફ અમદાવાદમાં શનિવારની સરખામણીમાં એક ડિગ્રી પારો ચઢ્યો છે. ગરમીનું જોર વધવાની સાથે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
વલસાડમાં પણ મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું
અમદાવાદ સહિત ભૂજ, અમરેલી, વલસાડમાં પણ મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગર, રાજકોટ, મહુવા, કેશોદ, ડીસા અને કંડલા (એરપોર્ટ)નું મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે. આ તરફ સુરત અને વલ્લભ વિદ્યાનગરમાં લઘુત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો મોટાભાગના શહેરોમાં 35ને પાર થઈ ગયો છે. આ સાથે ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: મુખ્યમંત્રીએ આ શહેરોની 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી
આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હવામાન સૂકું રહેવાની સંભાવના
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે કમોસમી વરસાદની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. ગરમીનું પ્રમાણ વધવાની સાથે હવામાંથી ભેજનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું છે. ગરમીનું પ્રમાણ વધવાની સાથે સામાન્ય બીમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શિયાળાનો અંત અને ઉનાળાની શરુઆત સાથે બીમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકોમાં ઝાડા-ઉલ્ટીના 116 કેસ નોંધાયા છે, જ્યારે ડેંગ્યુના 12, કમળાના 130, ન્યુમોનિયાના 62 કેસ નોંધાયા હતા. આ સિવાય ચિકનગુનિયા 4, ઝાડા-ઉલ્ટીના 126 કેસ નોંધાયા છે.