- જુનાગઢ, દીવ અને કચ્છમાં વરસાદની આગાહી
- 24 કલાક દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદ રહેશે
- 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં 24 કલાક માટે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. તેમજ રાજ્યના કેટલાક ભાગમાં વરસાદી માહોલ રહી શકે છે. તેમાં 24 કલાક દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદ રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ખાબકશે ધોધમાર મેઘો
5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે. સાથે જ જુનાગઢ, દીવ અને કચ્છમાં વરસાદની આગાહી અને અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ આવી શકે છે. તેમજ 7 દિવસ રાજયમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. તો પણ સાવચેતીના ભાગ રૂપે 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તથા ભારે પવન સાથે દરિયામાં કરંટ રહી શકે છે.
અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવેટેડ નથી. ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નથી. તેમજ કાલથી વરસાદ ઓછો થવાની સંભાવના છે. અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે.
ગુજરાત રાજ્યમાં વરસાદનાં ત્રણ રાઉન્ડ પૂરા થઈ ગયા
ગુજરાત રાજ્યમાં વરસાદનાં ત્રણ રાઉન્ડ પૂરા થઈ ગયા છે. સૌરાષ્ટ્રનાં કેટલાક પ્રદેશોમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. શરૂઆતનાં ત્રણ રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યમાં ચાલુ સીઝનમાં 85 ટકા ઉપર વરસાદ પડ્યો છે. જે એકંદરે સારો વરસાદ કહી શકાય.