ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી, જાણો કયા વરસાદ આવશે

Text To Speech
  • પૂર્વીય પવનોથી આવતા ભેજના કારણે વરસાદની સંભાવના
  • ભુજમાં 19.2 ડિગ્રી, ગાંધીનગરમાં 19.6 ડિગ્રી તાપમાન
  • સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ સક્રિય થતાં આગાહી

ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી છે. તેમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે. તથા 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ સક્રિય થતાં આગાહી કરવામાં આવી છે.

પૂર્વીય પવનોથી આવતા ભેજના કારણે વરસાદની સંભાવના

ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. પૂર્વીય પવનોથી આવતા ભેજના કારણે વરસાદની સંભાવના છે. 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીમાં વધારાની શક્યતા છે. રાજ્યમાં માવઠાની સ્થિતિને લઈ ઠંડીમાં ઘટાડો થશે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી છે. તેમાં ગુજરાતમાં આગામી 4 દિવસ બાદ ઠંડી વધવાની શક્યતા છે.
અમદાવાદમાં 21.8 ડિગ્રી તાપમાન સરેરાશ કરતા વધારે રહેશે.

ભુજમાં 19.2 ડિગ્રી, ગાંધીનગરમાં 19.6 ડિગ્રી તાપમાન

નલિયા 16 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી વધુ ઠંડુગાર બન્યું છે. ભુજમાં 19.2 ડિગ્રી, ગાંધીનગરમાં 19.6 ડિગ્રી તાપમાન, અમરેલી અને ભાવનગરમાં 22 ડિગ્રી તાપમાન સાથે સુરત અને રાજકોટમાં તાપમાન 24 ડિગ્રી નોંધાયુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તેમજ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરામાં વરસાદની સંભાવના છે. તેમજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ વરસાદની શક્યતા છે.

Back to top button