- દાહોદમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો
- 18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા
- અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના
ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ થઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં 18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.
અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ સાથે 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય રાજ્યભરમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે.
દાહોદમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો
રાજ્યમાં આજે સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે દાહોદમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હવામાન વિભાગે આજે અમદાવાદ, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, ભાવનગર અને ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરી છે. આગામી 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીમાં આજે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા
18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં વરસાદની સંભાવના સાથે આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણના જિલ્લાઓમાં આગાહી છે. તેમજ 19 જુલાઈએ દ.ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 19 જુલાઈએ મધ્ય ગુજરાતને પણ બાનમાં લે તેવી શક્યતા છે. મ.ગુજરાતના ખેડા, આણંદ, વડોદરામાં પણ વરસાદની સંભાવના સાથે 20 જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ છે. તેમજ 20 જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.