ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો કયા થશે ગાજવીજ સાથે વરસાદ
- ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી
- રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ આવશે
- આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ આવશે. તેમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ હવામાન વિભાગે રાજયના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.દાહોદ, મહીસાગર, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદની આગાહી કરાઈ છે.આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વરસાદ આવવાની સાથે 40 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસુ નબળુ હતુ. હવેના સમયમાં ચોમાસુ જલ્દીથી એકટિવ થઈ રહ્યું છે એટલે વરસાદ સારો એવો આવશે. જેમાં અમદાવાદ, આણંદ , વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.
પોરબંદર, જુનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી
22 જૂને અરવલ્લી ,દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તેમજ 23 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.