ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના આ વિસ્તારોમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

  • વીજળીના કડાકા સાથે 41-61 કિમી/કલાકની પવનની ઝડપ સાથે વરસાદની આગાહી
  • કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ
  • વલસાડ,દાદરાનગર હવેલી, તાપી, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે. જેમાં વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ છે. તેમજ અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે.

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે.રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ દ્વારકા,જૂનાગઢ, પોરબંદર, અમરેલી,સોમનાથ, વલસાડ,દાદરાનગર હવેલી, તાપી, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભરે વરસાદની આગાહી કરાઇ છે.

વીજળીના કડાકા સાથે 41-61 કિમી/કલાકની પવનની ઝડપ સાથે વરસાદની આગાહી

અમરેલી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, નવસારી, સુરત, તાપી, ડાંગમાં વરસાદ પડી શકે છે. તેમજ ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે. તેમજ કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી છે. ગતરાતથી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ આવ્યો છે. જેમાં રાયપુર, કાંકરિયા, મણીનગર,ખોખરા સહિત વરસાદી છાટા પડ્યા છે. તેમજ વસ્ત્રાપુર, પાંજરાપોળ, આબાવડી, પંચવટી સહિત સામાન્ય વરસાદ આવ્યો છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું 8થી11સુધીનું વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારેથી મધ્યમ વરસાદ પડશે. વીજળીના કડાકા સાથે 41-61 કિમી/કલાકની પવનની ઝડપ સાથે વરસાદની આગાહી છે.

Back to top button