રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ઝરમર ઝરમર વરસાદ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ જાણે સંતાકુકડી રમતો હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ આકાશમાં કાળા વાદળો તો ઘેરાય છે પણ જોવે તેવો વરસતો નથી. જેના લીધે બાફનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. શહેરીજનો ગરમીના લીધે અકળાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે કેટલાક જિલ્લાઓમાં ધીમીધારે વરસાદ વરસ્યો જયારે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસ્યો. જેને લીધે વાહનચાલકો તેમજ ઓફીસકર્મીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ અને તેમાય ધીમી ધારે વરસાદ વરસાદ વાહનચાલકોને હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.
આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વલસાડ, કચ્છ, મહીસાગર, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને દમણમાં ભારે વરસાદની આગાહી કરી છે. જો કે 12 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે તેવા પણ વરતારા છે.