ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડ શરુ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાઇ છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 8,9,10,11,12 ઓગસ્ટે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે. આ મહિનાથી અત્યારસુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધી શકે છે. 9 જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં ખાસ કરીને દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને ઉત્તર ગુજરાત વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી
અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદ થઈ શકે. જ્યારે પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ વરસાદ થઈ શકે.