હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. આ વચ્ચે મોડી રાત્રે ઠંડી અને દિવસે ગરમી એમ મિશ્ર સિઝનનો અનુભવન થઈ રહ્યો છે. આજથી ઠંડીમાં ઘટાડો અને ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી ચાર પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો અનુભવાશે.
છેલ્લા ઘણાં દિવસોથી ગરમીની અસર દિવસ દરમિયાન જોવા મળી રહી છે ત્યારે કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાનનો પારો વધતા દિવસ દરમિયાન ગરમીમાં પણ વધારો થશે. આ વચ્ચે હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધવા લાગશે. અને સોમવાર સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો 14 શહેરોમાં લધુતમ તાપમાન પણ 34 ડિગ્રીની ઉપર નોંધાયુ હતુ.
આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામત નક્કી કરવા રચાયેલા ઝવેરી કમિશનની મુદ્દત વધારાઈ
રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા લઘુતમ તાપમાનના આંકડાની વાત કરીએ તો રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગરમાં 35.8 ડિગ્રી તાપમાન પહોંચ્યુ હતું. જ્યારે મહુવા અને સુરતમાં લઘુતમ તાપમાન 35.4 ડિગ્રી પર પહોંચ્યુ હતુ. વલસાડમાં 35.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ડીસા, અમરેલી અને પોરબંદરમાં લઘુતમ તાપમાન 34 ડિગ્રી પર પહોંચ્યું હતું. તો અમદાવાદમાં 34.1 ડિગ્રી, વડોદરામાં 34. બે ડિગ્રી, નલિયામાં 34.4 ડિગ્રી, વલ્લભવિદ્યાનગર અને કેશોદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.