છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જમ્યો છે ત્યારે હજુ પણ હવામાન વિભાગે વધુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે વરસાદનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હજુ પણ રાજ્યમાં 4 દિવસ વરસાદી માહોલ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વધુ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના સેવાઈ રહી છે.
12 સપ્ટેમ્બર
- વડોદરા,તાપી, ભરૂચ, નવસારી,વલસાડ, જુનાગઢ, પોરબંદર
- અમરેલી, ભાવનગરમાં હળવાથી ભારે ભારે વરસાદ
- સુરત અને નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી
13 સપ્ટેમ્બર
- સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, , ભાવનગર, અમરેલીમાં હળવોથી ભારે વરસાદ
- અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, મહીસાગર છૂટોછવાયો વરસાદ
- વડોદરા, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ
14 સપ્ટેમ્બર
- સુરત, નવસારી,વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી
- ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, બોટાદમાં છુટોછવાયો ભારે વરસાદ
- અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં હળવો વરસાદ
15 સપ્ટેમ્બર
- તાપી ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી
- વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત અને નવસારીમાં છુટોછવાયો ભારે વરસાદ