Meta લાવી રહ્યુ છે Twitterની હરીફ એપઃ મસ્કને આંચકો
- મેટા છેલ્લા ઘણા સમયથી ટ્વિટરના કોમ્પિટિટર તરીકે કાર્યરત
- માર્ક ઝકરબર્ગ હવે એલન મસ્કને ટક્કર આપવાની તૈયારીમાં
- જોકે હજુ સુધી નામકરણ કરાયુ નથીઃ ફીચર્સ પ્રબળ હશે
Meta હવે Twitterને સખત ટક્કર આપવાની તૈયારીમાં છે. એવુ કહેવાય છે કે મેટા છેલ્લા ઘણા સમયથી ટ્વિટરના કોમ્પિટિટર તરીકે કામ કરી રહ્યુ છે. હવે એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે કંપની ટ્વિટરના કોમ્પિટિટરને તૈયાર કરવાની નજીક છે. જોકે તેનું નામ શું હશે તે વિશે હજુ કોઇ જાણકારી સામે આવી નથી. ટ્વિટરમાં સાથે મળતા આવતા ફીચર્સ હોઇ શકે તેવી પ્રબળ શક્યતાઓ છે.
મેટાને અન્ય સોશિયલ મીડિયા એપ્સથી ફીચર કોપી કરીને પોતાના પ્લેટફોર્મ પર જોડવા માટે પણ જાણવામાં આવે છે. ભલે તે ટિકટોકથી ઇન્સ્પાયર્ડ રીલ્સ હોય, સ્નેપચેટથી ઇન્સ્પાયર્ડ સ્ટોરીઝ હોય કે ડિસ્કોર્ડથી ઇન્સ્પાયર્ડ કોમ્યુનિટીઝ હોય. મેટાની સૌથી લોકપ્રિય એપ જેમકે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સએપમાં આ બધુ છે. હવે માર્ક ઝકરબર્ગ ટ્વિટરને ટક્કર આપવાની તૈયારીમાં છે.
મીટિંગમાં કર્મચારીઓને બતાવ્યો પ્રીવ્યૂ
રિપોર્ટ મુજબ ગયા અઠવાડિયે મેટાના ટોપ એક્ઝીક્યુટિવ્સે કંપનીની મીટિંગમાં કર્મચારીઓને પોતાના અપકમિંગ ટ્વિટર કોમ્પીટિટરનો પ્રીવ્યુ બતાવ્યો છે. ધ વર્જે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે પ્રીવ્યુમાં જાણવા મળે છે કે ટ્વિટર જેવા ફીચર્સ સાથે આ મેટાની એક સ્ટેન્ડઅલોન એપ હશે. પ્લેટફોર્મનું કોડનેમ પ્રોજેક્ટ 92 છે.
નવી આઇડી બનાવવાની ઝંઝટ નહી રહે
સ્ક્રીનશોટ પરથી જાણ થાય છે કે મેટા, આ એપમાં યુઝર્સને પોતાની ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ આઇડીથી લોકોને ઇન કરવા દેશે. નવી આઇડી બનાવવાની જરૂર નહીં પડે. અપકમિંગ એપ પર યુઝર્સ પોતાના વિચારોને ટ્વિટર-સ્ટાઇલમાં શેર કરી શકશે. યુઝર્સને એક થ્રેડ બનાવવાની પણ સુવિધા મળશે તેવુ લાગી રહ્યુ છે.
આ પણ વાંચોઃ લવ જેહાદ પર બીજેપી મહિલા નેતાનું નિવેદન; ‘પ્રેમ તો પ્રેમ છે, તેને કોઈ દિવાલો નડતી નથી’