ટ્રેન્ડિંગવર્લ્ડ

Meta CEO માર્ક ઝકરબર્ગ સવારે ઉઠતાંની સાથે કરે છે આ કામ, શેર કર્યું પોતાનું ડેઇલી રૂટિન

Text To Speech

કેલિફોર્નિયા (અમેરિકા), 15 ફેબ્રુઆરી: Meta CEO માર્ક ઝકરબર્ગે પોતાનું ડેઇલી રૂટિન રિવેલ કર્યું છે. 39 વર્ષના માર્ક ઝકરબર્ગની દિનચર્યા પણ સામાન્ય વ્યક્તિ જેવી છે. ફેસબુક, મેસેન્જર, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મના માલિક માર્ક ઝકરબર્ગે ફેસબુક પર લાઇવ સેશન દરમિયાન પોતાના ડેઇલી રૂટિન વિશે ખુલીને વાત કરી હતી. નોંધનીય છે કે, માર્ક ઘણીવાર ફેસબુક પર લાઇવ સેશન કરીને પોતાના ઇન્ટરસ્ટની વાતો કરતાં હોય છે.

સવારે ઉઠતાની સાથે જ માર્ક સ્માર્ટફોન યુઝ કરે છે

માર્ક ઝકરબર્ગે લાઇવ સેશનમાં જણાવ્યું કે, તે પોતાના દિવસની શરૂઆત સવારે આઠ વાગ્યે ઉઠીને કરે છે. સવારે ઉઠ્યા પછી તે કૉફી કે ચા નથી પીતા, પરંતુ પોતાના વિશ્વાસુ સાથી એટલે કે સ્માર્ટફોન ચલાવે છે. ત્યારબાદ તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે, ફેસબુક, મેસેન્જર અને વૉટ્સએપના મેસેજ ચેક કરે છે જેથી તેઓ દુનિયાભરમાં ચાલતી બાબતો વિશે અપડેટ રહી શકે. એટલે કે, તેઓ પોતાના પ્રોડક્ટિવ દિવસની શરૂઆત ડિજિટલ માધ્યમથી લોકો સાથે જોડાઈને કરે છે. જો કે, માર્ક ઝકરબર્ગ હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા નથી.

Meta CEOએ બીજા ઇન્ટરસ્ટ વિશે પણ ખુલાસા કર્યા

થોડા દિવસ અગાઉ માર્કે પોતાના વધુ એક ઇન્ટરસ્ટ વિશે ખુલાસો કર્યો હતો. તે મિક્સડ માર્શલ આર્ટની ટ્રેનિંગ લે છે. એટલું જ નહીં, તેઓ દરરોજ વર્ક આઉટ કરીને 4,000 કેલેરી બર્ન કરે છે. જો કે, આ લાઇવ સેશનમાં Meta CEOએ તેમની કોઈપણ આદતો વિશે વાત કરી ન હતી. આ ઉપરાંત તેમણે મેટાના ભવિષ્ય વિશે પણ કેટલાક સંકેતો આપ્યા હતા. આ ડિજિટલ યુગમાં માત્ર તમે જ નહીં, માર્ક ઝકરબર્ગ જેવા પ્રભાવશાળી લોકો પણ સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા પોતાનો સ્માર્ટફોન ચેક કરે છે.

આ પણ વાંચો: Meta CEO માર્ક ઝકરબર્ગ યુએસ સેનેટની સામે થયા શર્મસાર, જાણો કેમ માંગવી પડી માફી?

Back to top button