મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યા, હોટલમાં બોલાવી અનેક વાર બળાત્કાર કર્યો
મહારાષ્ટ્ર: સિંગાપોરમાં રહેતા એક વ્યક્તિએ મહારાષ્ટ્રના નવી મુંબઈમાં મેટ્રિમોનિયલ સાઇટ પર 33 વર્ષીય મહિલાનો સંપર્ક કર્યો હતો. આ પછી તેણે યુવતીને લગ્નની લાલચ આપી ઘણી વાર મળવા માટે બોલાવી હતી અને તેણે મહિલા સાથે અનેક વાર હોટલોમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલાએ પોલીસમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવી મુંબઈની રહેવાસી 33 વર્ષીય મહિલાએ મેટ્રિમોનિયલ સાઇટ પર સિંગાપોરના એક પુરુષને જોયો હતો. આ પછી બંને વચ્ચે લગ્નની વાત ચાલી હતી અને બંને સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ સિંગાપોરમાં રહેતા યુવકે આ મહિલા સાથે લગ્નની વાત કરી અને તેને ઘણી જગ્યાએ મળવા બોલાવી.
મહિલાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ડિસેમ્બર 2020 થી માર્ચ 2023 ની વચ્ચે આરોપીએ તેને નવી મુંબઈ અને સિંગાપોરના લોજ અને હોટલમાં મળવા માટે બોલાવી હતી, જ્યાં તેની સાથે ઘણી વખત બળાત્કાર કરવામાં આવ્યો હતો.
યુવકે વાંધાજનક તસવીરો અને વીડિયો પણ બનાવ્યા
પોલીસનું કહેવું છે કે બળત્કાર કરનાર આરોપી સાથે મહિલાને મેટ્રિમોનિયલ સાઇટ પર સંપર્ક થયો હતો. આરોપીએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તે મહિલાને અલગ-અલગ જગ્યાએ મળવા બોલાવતો હતો, આ સાથે જ આરોપીઓએ કથિત રીતે મહિલાના વાંધાજનક ફોટોગ્રાફ્સ લીધા છે અને વીડિયો પણ બનાવ્યો. પોલીસે જણાવ્યું કે હાલ આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી, આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: યુપીમાં કિશોરીની આત્મહત્યા કેસના આરોપીની દુકાન પર ચાલ્યું બુલડોઝર