આર્જેન્ટીનાની ચલણી નોટ પર મેસ્સીની તસવીર, વર્લ્ડ કપ જીત બાદ સરકારનો પ્લાન !
આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ લિયોનેલ મેસ્સીની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે. વિશ્વભરના ફૂટબોલ પ્રેમીઓમાં ક્રેઝનો માહોલ છે. વર્લ્ડ કપ ટ્રોફી સાથે આર્જેન્ટીના પહોંચવા પર તેનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું તે આપણે બધાએ જોયું છે. કેવી રીતે લાખો લોકો બ્યુનોસ આયર્સની સડકો પર ઉતરી આવ્યા હતા. આટલું જ નહીં, મેસ્સી તેના વતન પહોંચ્યા બાદ પણ તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ, હવે જે સમાચાર આવી રહ્યા છે તે આ બધાથી ઉપર છે. એવા અહેવાલો છે કે આર્જેન્ટિનાની સરકાર ત્યાંની ચલણી નોટ પર મેસ્સીની તસવીર લગાવવાના મૂડમાં છે.
જો આર્જેન્ટિનાની સરકાર તેના વિચારને અમલમાં મૂકે છે અને ત્યાંની નોટ પર મેસ્સીની તસવીર છાપે છે, તો કદાચ આ પ્રથમ વખત હશે કે વર્લ્ડ કપ જીત્યા બાદ દેશના ચલણ પર કોઈ ખેલાડીની તસવીરને સ્થાન મળ્યું હોય. વર્લ્ડકપની ખુશીમાં આપણે જોયું છે કે દેશને સૌથી મોટું સન્માન કે સૌથી મોટો એવોર્ડ મળે છે, પરંતુ આ પ્રકારની વસ્તુ ચોક્કસપણે પહેલીવાર જોવા મળશે.
વર્લ્ડ કપની સફળતા બાદ વિચારણા
જો કે આ બાબત હજુ વિચારણા હેઠળ છે. પરંતુ, આ અંગે આર્જેન્ટિનાના સરકારી વિભાગમાં હંગામો પણ ઓછો નથી. અહેવાલ છે કે ત્યાંની સરકાર અને ખાસ કરીને જે નાણાકીય બાબતોનું ધ્યાન રાખે છે, તેણે વર્લ્ડ કપમાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને તેના વિશે વિચારવાનું શરૂ કર્યું છે.