FIFA વર્લ્ડ કપમાં આ વર્ષે મેસ્સી-રોનાલ્ડોની ટીમો થઈ શકે છે બહાર : જાણો શું છે સમીકરણ
ફિફા વર્લ્ડ કપમાં હવે રાઉન્ડ-16 માટે ક્વોલિફાય કરવા માટે તમામ ટીમો વચ્ચે કાંટાની ટક્કર શરુ થઈ ગઈ છે. વર્લ્ડ કપમાં ભાગ લેનાર 32 ટીમોએ તેમની બે મેચ રમી ચૂકી છે,તેથી હવે રાઉન્ડ-16ના સમીકરણો પણ ખૂબ જ રસપ્રદ બનવા લાગ્યા છે. આ વર્લ્ડ કપમાં માત્ર ફ્રાન્સ અત્યાર સુધી રાઉન્ડ-16 માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી છે. જોવામાં આવે તો ક્રિકેટ વિશ્વ કપ બાદ આ વર્ષે ફૂટબોલ વિશ્વ કપમાં પણ મોટા અપસેટ જોવા મળ્યા છે, જેને કારણે આ વર્લ્ડ કપમાં મેસ્સી-રોનાલ્ડો જેવા ખ્ચાતનામ પ્લેયરોની ટીમ બહાર ફેંકાય શકે છે, તે માટે તમામ ટીમોના રાઉન્ડ-16માં જવાના સમીકરણ જાણવા જરુરી છે, જે આ મુજબ છે.
આ પણ વાંચો : ફિફા વર્લ્ડ કપમાં ધોની બાદ છવાયો સંજુ સેમસન : સમર્થનમાં ઊતર્યા ચાહકો
ગ્રુપ-A
જો ગ્રુપ-Aની વાત કરવામાં આવે તો નેધરલેન્ડ કતાર સામે જીત કે ડ્રો કરે તો તે અંતિમ 16માં જગ્યા બનાવી લેશે. જો ઇક્વાડોર સેનેગલને હરાવશે અથવા મેચ ડ્રો કરશે તો તે પણ ચોક્કસપણે ક્વોલિફાય થશે. સેનેગલને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે એક્વાડોરને હરાવવું પડશે. આગામી સેનેગલ-એક્વાડોરની મેચ ડ્રો રહી હતી, સાથે જ કતાર નેધરલેન્ડને હરાવે તો સેનેગલ પણ અંતિમ-16માં પહોંચી જશે.
ગ્રુપ-B
ગ્રુપ-Bની વાત કરીએ તો, જો ઈંગ્લેન્ડ તેની છેલ્લી મેચમાં વેલ્સ સામે ડ્રો મેળવે છે, તો તે આગામી રાઉન્ડમાં જશે. ઈંગ્લેન્ડ જીતશે તો ગ્રુપ ટોપર બનશે તે નક્કી છે. જો ઈંગ્લેન્ડ વેલ્સ સામે હારી જાય તો પણ તે આગળના રાઉન્ડમાં જઈ શકે છે, પરંતુ તે પછી તેણે અન્ય મેચો પર નિર્ભર રહેવું પડશે. ઈરાન અને યુએસએ વચ્ચેની મેચ વર્ચ્યુઅલ નોકઆઉટ હશે, જેમાં વિજેતા ટીમને આગળના રાઉન્ડમાં પ્રવેશ મળશે.
અત્યારે આર્જેન્ટિનાની આ હાલત
ગ્રુપ C- જો આર્જેન્ટિનાની ટીમ પોલેન્ડ સામે જીતે, તો તે આગળના રાઉન્ડ માટે સરળતાથી ક્વોલિફાય થઈ જશે. પરંતુ જો પોલેન્ડ તેને હરાવશે તો આર્જેન્ટિનાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ જશે. તેવામાં તેણે સાઉદી અરેબિયા અને મેક્સિકો વચ્ચેની મેચનું પરિણામ પર નિર્ભર રહેવું પડશે. આર્જેન્ટિના પણ પોલેન્ડ સામે મેચ ડ્રો કરીને આગળના રાઉન્ડમાં પહોંચી શકે છે, પરંતુ તે પછી આર્જેન્ટિનાને ઓછામાં ઓછા સાઉદી અરેબિયા અને મેક્સિકો સામે ડ્રો અથવા મેક્સિકો માટે જીત પર નિર્ભર રહેવું પડશે.
ગ્રુપ-D
ગ્રુપ-ડીમાં ફ્રાન્સ તેની પ્રથમ બે મેચ જીતીને ક્વોલિફાય કરનારી પહેલી ટીમ બની ગઈ છે. આ સિવાય ટ્યુનિશિયા, ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયામાંથી કોઈપણ એક આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ શકે છે. આગામી મેચોમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ડેનમાર્કનો થશે, જેની વિજેતા ટીમ આગામી રાઉન્ડમાં પહોંચશે. જો ઓસ્ટ્રેલિયા અને ડેનમાર્ક મેચ ડ્રો થશે તો ટ્યુનિશિયા માટે ક્વોલિફાય રાઉન્ડના દરવાજા ખુલી જશે. ઉપરાંત આવી સ્થિતિમાં ટ્યુનિશિયા ફ્રાંસને બે કે તેથી વધુ ગોલથી હરાવીને આગળના રાઉન્ડમાં પહોંચી શકે છે.
જર્મની આ રીતે થઈ શકે ક્વોલિફાય
ગ્રુપ-Eનું સમીકરણ થોડું જટિલ છે. જર્મનીને ક્વોલિફાય થવા માટે કોઈપણ કિંમતે કોસ્ટા રિકાને હરાવવું પડશે. જો જર્મનીની ટીમ કોસ્ટા રિકાને હરાવશે તો જર્મનીને ચાર પોઈન્ટ મળશે. પરંતુ તેની સાથે જર્મનીએ બીજી મેચનું પરિણામ પણ જોવું પડશે. જર્મન ટીમ ઈચ્છશે કે સ્પેન તેની આગામી મેચમાં જાપાન સામે જીત મેળવે. આ સ્થિતિમાં સ્પેનને સાત પોઈન્ટ અને જર્મનીને ચાર પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં જાપાન અને કોસ્ટા રિકાના માત્ર ત્રણ પોઈન્ટ હશે. પરંતુ જો આ બેમાંથી કોઈપણ મેચ ડ્રો થાય છે તો જર્મનીની મુશ્કેલીઓ વધી શકે છે.
બેલ્જિયમ પણ અત્યારે રેસમાં
ગ્રુપ-Fની વાત કરીએ તો કેનેડાની ટીમ ક્રોએશિયા સામે હાર્યા બાદ બહાર થઈ ગઈ છે. આવામાં ક્રોએશિયા તેની આગામી મેચમાં બેલ્જિયમ સામે જીત/ડ્રો મેળવીને ક્વોલિફાય થઈ શકે છે. જો ક્રોએશિયા હારે તો પણ બેલ્જિયમ તેની હરિફ મોરોક્કોને હરાવશે તો પણ ક્રોએશિયા ક્વોલિફાય થઈ જશે. મોરોક્કો કેનેડા સામે જીત/ડ્રો સાથે ક્વોલિફાય થશે. જો ક્રોએશિયા બેલ્જિયમને હરાવશે તો તે પણ ક્વોલિફાય થઈ જશે. આ સાથે જ બેલ્જિયમ ક્રોએશિયા સામેની જીત સાથે ક્વોલિફાય થશે.
ગ્રુપ-Gની ચારેય ટીમો અને ગ્રુપ-Hની ચારેય ટીમો પાસે હજુ પણ ક્વોલિફાય થવાની તક છે.